________________
સાદાઈનું સૌન્દર્ય ગુરુચાવી છે, અને માનવીએ તે હાથમાં લેવી એ અત્યંત જરૂરી
લોકપ્રિય થવા માગતા માણસે કેવા પ્રકારનો ત્યાગ કરવાનો અને શાનો સ્વીકાર કરવાનો છે તે આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી માણસ ખરાબને છોડે નહિ ત્યાં સુધી એના જીવનમાં સારી વસ્તુ આવી શકતી નથી. ખરાબ વસ્તુ સારીને પણ ખરાબ કરી નાખે છે. જો દુર્ગુણો અંદરથી જાય નહિ તો સદ્ગુણો સ્વભાવમાં ટકે નહિ. સદ્દગુણોને લાવવા માટે આપણે પ્રથમ તો દુર્ગુણોને હટાવવાના છે. આપણું જીવન આજે ભેળવાળું સોનું થઈ ગયું છે. તે સદગુણ અને દુર્ગુણનું મિશ્રણ છે. સગુણો આપણા જીવનમાં છે જ, પણ દુર્ગુણનાં આવરણોને લીધે આજે તેનું દર્શન થઈ શકતું નથી.
શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તે શક્તિ ગોપવવાનું પાપ છે, દાન, જ્ઞાન, વસ્તૃત્વ, ઇત્યાદિ શક્તિ જેની પાસે હોય તેનો તેણે ઉપયોગ કરવો જરૂરી છે. શક્તિ તો જેમ વપરાય છે તેમ તેનો વધારો થાય છે. કાર્યમાંથી જ માણસને નવું જ્ઞાન ને બોધ મળે છે. આમ, કામ માણસના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણી આ શક્તિઓનો વિકાસ કરવો જરૂરી છે. જીવનમાં ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ બેઉ લાવવી એ ખોટું છે.
કામ કરતાં પહેલાં તેની અસફળતાનો ભય માણસને ઘણીવાર એના કાર્યમાં અવરોધ કરે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે દરેક માણસમાં ઓછાવત્તા પ્રમાણમાં મૂળભૂત શક્તિઓ તો પડી જ છે. ભગવાન અને મનુષ્યનો આત્મા તો એક જ સરખો છે, એટલે માણસ આવરણ દૂર કરે તો ભગવાન બની શકે; પણ આ માટે એણે ભગવાનના ગુણો કેળવવાની જરૂર રહે છે.
આજે મનુષ્યને પોતાની શક્તિઓ ક્યાં દટાઈને પડેલી છે તેની ખબર નથી. માણસે હવે એને શોધીને જીવનના ઉપયોગમાં લેવાની છે. શક્તિઓને આમ જો વપરાતી રાખીએ તો જ એ જીવતી રહેશે; દબાવવાથી તો એ કુંઠિત થઈ જશે.
માણસ જ્યારે કોઈ પણ નવું કામ શરૂ કરે ત્યારે એની નિંદા થાય છે; પણ વખત જતાં પછી લોકો એને માન આપે છે. કવિ નાનાલાલે જ્યારે એમની અપદ્યાગદ્ય શૈલી સૌથી પહેલી સાહિત્યક્ષેત્રે રજૂ કરી ત્યારે બધાંએ એનો વિરોધ કર્યો હતો, એને વખોડી કાઢી હતી; પણ આજે એમની એ ડોલનશૈલી ઉપર લોકો વાહવાહ પોકારે છે.
માણસે એ પણ યાદ રાખવાનું છે કે એ આખી દુનિયાને છેતરી શકે છે, પણ પોતાના આત્માને એ છેતરી શકવાનો નથી. પોતાની શક્તિઓને
પર એક ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org