________________
દાગીનાથી નથી શોભતો, પણ પોતાના વ્યક્તિત્વથી શોભે છે. આમાં કરકસર અને કંજૂસાઈનો ભેદ પણ આપણે સમજવો જોઈએ. સાદાં ને ચોખ્ખાં કપડાંથી માણસની પ્રતિભા બહાર આવે છે; સાદાં ને સ્વચ્છ વસ્ત્રો પહેરીને સભ્ય સમાજમાં તમે તમારું સ્થાન મેળવી શકો છો.
લોકપ્રિય બનવા માટે બીજી વાત એ છે કે દરેક માણસે પોતાના કુટુંબની સ્થિતિને અનુકૂળ કાંઈક દાન કરવું જોઈએ. તમારી આવતી કાલ કેવી ઊગશે એનું તમને જ્ઞાન નથી; એ તમારા હાથમાં નથી. તમારા હાથમાં જે છે, તે માત્ર આજની પળ. માટે જ ‘આજ આજ ભાઈ, અત્યારે'નો મંત્ર યાદ રાખો. આપણે તો વર્તમાનને ઓળખીને સુયોગ્ય જીવન જીવવાનું છે. એને માટે કોઈને ભરોસે બેસી રહેવાય નહિ. જીવનમાં પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે એવું ઇચ્છતા ન હો તો આજનું કાર્ય આજે જ કરી લો. ધર્મના કામમાં આજના સમયનો સદુપયોગ કરી નાખો.
જીવનને અંતે લઈ જવાનું ભાતું આપણે અત્યારથી જ તૈયાર કરવાનું છે. મરાઠીમાં દાનને ‘દેવ' કહે છે, એટલે કે જેના અંતરમાં દેવ વસ્યો હોય એને જ દાનનો વિચાર આવે છે. જેનામાં લેવાની અને લૂંટવાની ઇચ્છા છે તેનામાં દેવત્વનો અંશ નથી થતો. અનાદિકાળથી લેવાનું કામ તો માનવી કરતો જ આવ્યો છે; આજે હવે દેવાનો સમય આવ્યો છે, એનો ઉપયોગ કરો.
છતી શક્તિએ દાન ન દેવું એ અપરાધ છે. તમારી પાછળ કોઈ તમારે માટે એમ ન કહે કે ‘બાપડો આપી શક્યો નહિ.' જીવનમાં બહાદુર બનવું કે બાપડા, એ આમ તમારા હાથમાં અત્યારે છે.
લોકપ્રિયતા કેળવવા માટે એક બીજો ગુણ પણ જરૂરી છે કે સાધુનાં વચનો પર કદી ક્રોધ ન કરવો, પણ એનાથી પ્રસન્ન થવું, એમની શિખામણ સાંભળતાં રીસ ન કરવી. તમારા જીવનના ઉત્થાન માટે જ મહાપુરુષો તમને ઉપદેશથી શિખામણ આપે છે. એ તમારા હિતસ્વી છે. એમને તમારી પાસેથી કાંઈ મેળવવાની ઇચ્છા નથી હોતી. આગમ અને દર્શન તો તમારા જીવનનો અરીસો છે. માણસની ખરી જાત જેમ અરીસામાં દેખાય છે, તેમ તેઓ તમારા આત્માની સાચી ઓળખાણ તમને કરાવે છે. આગમના અરીસામાં જોનારને પોતાના સદ્ગુણો અને દુર્ગુણો સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
સાદાઈ અને સંયમથી શોભતી વ્યક્તિ ગુરુ છે. આડંબરી પોતે જ ડૂબી રહ્યો છે એ કેમ તારે ? એમનાં વચનો આદર અને સદ્ભાવથી સાંભળો તો એમાંથી તમને તમારો સાચે પંથ દેખાશે. ગુરુ આદરણીય છે. સદ્ગુણમાં આપણાથી જે વધારે ઉચ્ચ કોટિએ હોય એ સર્વ આપણા આદરણીય છે.
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org