________________
પ્રિય થઈ શકે છે. જે અંતરથી આવો ઉદાર છે એ પોતાની પ્યારામાં પ્યારી ચીજ પણ બીજાનું કલ્યાણ થતું હોય તો આપી દેતાં અચકાતો નથી.
દુનિયામાં ઘણા માણસો તો મળેલું ભોગવવાને બદલે જાણે કે માત્ર ભેગું કરવા જ આવ્યા હોય એવા દેખાય છે, પણ છેવટે “કીડીનું તેતર ખાય' એવી દશા એમની થાય છે. માણસ આમ કંજૂસ બનીને ભાવનાને ખોઈ નાખે છે. ઘણા માણસો દાન કર્યા પછી પશ્ચાત્તાપ કરે છે. એવા લોકો વાવ્યા પછી એના પુણ્યના દાણાને બાળી નાખે છે. દાન આપ્યા પછી એને આમ બાળી ન નાખો. દાનનું કામ તો ઉલ્લાસથી, આનંદથી કરો. મનના નિસાસા સાથે દીધેલું દાન એ દાન શબ્દને યોગ્ય નથી.
આપણે કહીએ છીએ કે “અન્ન તેવું મન” અને “અન્ન તેવો ઓડકાર' એ સાચી વાત છે. પ્રાણનું સર્જન અન્નને લીધે થાય છે. માટે અન્ન શુદ્ધ હોવું જોઈએ. મંદિરમાં અર્પેલા નિર્માલ્ય ઉપર જો આપણે નજર નાખીએ તો આપણી જિંદગી નિર્માલ્ય થઈ જાય છે, નિર્બળતા આવી જાય છે અને જીવનમાંથી અસ્મિતા ચાલી જાય છે. પ્રભુનાં ચરણોમાં અર્પિત થયેલી વસ્તુ પાછી લેવી એ તો આત્મા અને પરમાત્માને છેતરવાની દૃષ્ટિ છે. માગેલી ભિક્ષાના પૈસા મળ્યા પછી માનવીના જીવનમાં આંતરિક સત્ત્વ રહી શકતું નથી, એ યાદ રાખજો.
જે વસ્તુઓ નિર્માલ્ય થઈ ગઈ એને વાપરો નહિ, એને કાઢી નાખો. મફતનું મેળવવાની ઇચ્છા નહિ, સ્પૃહા નહિ, એ જ સાચો મંત્ર છે. પારકા બળ ઉપર જીવનાર જેવો કાયર, જગતમાં બીજો કોઈ નથી. સ્વયંબળ ઉપર જીવનાર જ ખરો બહાદુર છે. જ્યાં સુધી આવું નિર્માલ્ય જીવન જીવશો ત્યાં સુધી સાચા જીવનનો અર્થ તમને નહિ સમજાય.
દાનની પાછળ તો સમસ્ત આત્માનો આનંદ વહેવો જોઈએ. દિલની આવી ઉદારતા એનું જ નામ સાચું દાન. તા. ૧૩-૭-૧૯૬૦
પ૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org