________________
ત્યારે જ એ મહાન બની શકે છે. પછી એના તપની સાથે ભક્તિની ભીનાશ ઉમેરાય છે. આ તપની તાકાતથી માણસ પીગળી જાય છે; તપના પરિણામે એ કોમળહૃદયી બને છે.
જેનાં ચક્ષુઓ કરુણાથી સદાય આર્ટ થયાં છે એ જ ખરો માનવી છે. ધર્મના આ અંશને પામવા માટે હૃદયને કોમળ બનાવવું જરૂરી છે. જે માણસ બીજાની પાસેથી લેવાને બદલે દેવા તૈયાર હોય છે, તે પોતાની ઉદારતાથી બીજાને જીતી જાય છે.
આપણે સૌ આપણા જીવનની નાની નાની વાતોમાં યુદ્ધ કરીએ છીએ અને બીજી બાજુથી મોટા વિશ્વયુદ્ધને વખોડવા બેસીએ છીએ. પણ આપણે યાદ રાખવાનું છે કે પથ્થરની એક નાની કાંકરી તળાવમાં નાખતાં એનું કુંડાળું જેમ તળાવના બીજા કિનારા સુધી પહોંચે છે તેમ, આપણે ઊભાં કરેલાં નાનાં વાદવિવાદનાં આંદોલનો દુનિયાના બીજા છેડા સુધી પહોંચે છે અને વિશ્વયુદ્ધના વાતાવરણને ઉત્તેજિત કરે છે.
કુદરત પાસે તો માનવમાત્ર સરખો છે. ગરીબ અને તવંગરના હાડચામમાં એને ત્યાં કોઈ ભેદ નથી.
વિશ્વને જો આપણે શાંત અને અહિંસક બનાવવું હોય તો પહેલાં આપણે શાંત અને અહિંસક બનવું પડશે અને આપણા જીવનમાં પ્રકૃતિસૌમ્યતા લાવવી પડશે. જીવનના ઊંડાણમાં આ તત્ત્વ વ્યાપક થશે ત્યારે જ આપણે સમજી શકીશું કે જીવનની ઉગ્રતા એ અગ્નિ છે; જીવનની સૌમ્યતા એ ચંદન છે. આપણે જીવનમાં આ ઉગ્રતાને તજી સૌમ્યતા કેળવવાની છે.
જે માણસમાં ગંભીરતા નથી તે માણસની પ્રકૃતિ સૌમ્ય ન હોઈ શકે. સૌમ્ય અને સભ્ય બનવા માટે કાંઈ દેખાવ કરવાની જરૂર નથી, જરૂર છે જિંદગીમાં એને વણી લેવાની. માથું દુખતું હોય ત્યારે માથે બામ પણ લગાડાય અને એના મૂળભૂત કારણ કબજિયાત વગેરે માટે આંતરિક દવા પણ લેવાય. જ્ઞાનીઓએ આપણને બાહ્ય સાથે આવી અંતરની દવા પણ બતાવી છે.
જે વસ્તુ તમારા લોહીની સાથે એકાકાર થઈ નથી તેને તમે કેમ રાખી શકશો ? માટે જ કહેવામાં આવ્યું છે કે, પ્રવૃત્તિ યાન્તિ ભૂતાન નિહ: વિમ્ વરિત? પહેલાં આપણે ટેવ પાડીએ, પછી ટેવ પ્રકૃતિ બની આપણને પાડે.
આપણે મોટે ભાગે બહારથી નિયંત્રણ મૂકીએ છીએ. પરિણામે થોડા સમય બાદ, ટેવ અંદરથી ઉછાળો મારે છે ને બમણા જોરથી બહાર આવે છે. આનું નામ જ આઘાત-પ્રત્યાઘાત.
આ સૌમ્ય પ્રકૃતિ એટલે દરેક કામ શાન્તિથી કરવું. જે લોકો ક્રોધને છોડે
ધર્મરત્નનાં અજવાળાં - ૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org