________________
Jain Education International
→
~>&>
૧૦. સૌમ્યત્વનાં સાથી
ર્મરત્નમાં ખૂબી એ છે કે એમાં એક પછી બીજો સદ્ગુણ એના મ પ્રમાણે આવતો જાય છે. એક સદ્ગુણનું વાચન, શ્રવણ અને મનન બીજા સદ્ગુણોને ખેંચી લાવે છે. જીવનમાં જો એકાદ સદ્ગુણનું એંજિન જોડાઈ જાય તો ક્રમવાર સદ્ગુણના બીજા ડબ્બાઓ પણ એની સાથે જોડાઈ, ખેંચાઈ આવે છે.
ધ
મહત્ત્વની
આ માટે વાતાવરણ બહુ જ વસ્તુ છે. આપણે એવા વાતાવરણમાં જીવવું જોઈએ કે જેમાં સદ્ગુણો આવતા જાય અને દુર્ગુણો જતા જાય. સાચું જ કહેલું છે કે, ‘પુસ્તકો, મિત્રો અને વાતાવરણ માણસના જીવનને ઘડે છે.' માણસનું વાચન એની જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે; મોટો ફાળો આપે છે. પણ આ વાચન એવું હોવું જોઈએ કે જેથી મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય. કારણ, જ્યાં સુધી તમારામાં સારા વિચારો નહિ જાગે ત્યાં સુધી જીવનનું ઉત્થાન નહિ થાય. માટીના હાંડલામાંય માણસ નકામા
ધર્મરત્નનાં અજવાળાં * ૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org