________________
જેમ પુષ્પો સદાય સુંગધ આપે છે તેમ આપણા મનને પણ આપણે સતત પરાગવંતું રાખવાનું છે.
મન પોતે તો એક સુંદર વાજિંત્ર જેવું છે. એનો જાણકાર જો એના તાર ઉપર હાથ ફેરવે તો એમાંથી આત્માના મધુર સૂરો જ પ્રગટે. પણ આ માટે મન, વચન અને કાયા – એ ત્રણેની યોગરૂપી સંવાદિતા જરૂરી છે; તો જ એ સંગીત જન્મી શકે છે.
જ્યાં સંવાદિતા છે ત્યાં સુખ છે; જ્યાં વિસંવાદિતા છે, ત્યાં દુઃખ છે. તબલચીની થાપ અને સંગીતના સૂરોનો લય, જીવનમાં સંવાદિતાનાં આંદોલનો ઉત્પન્ન કરે છે અને જ્યાં આવો સંવાદ છે ત્યાં ચિત્ત આનંદમાં મસ્ત બને છે.
જ્યાં સુધી મન પ્રમાણેનું માણસનું વચન નથી, અને વચન પ્રમાણેનું કાર્ય નથી ત્યાં સુધી સાચું સુખ મળવું મુશ્કેલ છે. મન, વચન અને કાયા સ્વસ્થાનમાં રહી, સંવાદિતાથી જીવે એને જ મહાપુરુષો જીવનનો યોગ કહે છે.
પિયાનો પોતે સુંદર હોય એટલું જ બસ નથી પણ એનો સાચો જાણકાર એને વગાડવા માટે મળવો જોઈએ; નહિ તો એ દીવાનખાનાની શોભા જ માત્ર બને છે.
એક દેવળમાં એક સુંદર પિયાનો રાખી મૂકેલો. વર્ષોથી એને કોઈ સ્પર્શતું. ન હતું. એક દિવસ એનો જાણકાર ત્યાં આવ્યો. એની આંગળીઓને પિયાનાનો સ્પર્શ થયો, અને સંગીતના સૂરો પ્રગટી ઊઠ્યા. સૂરોના એ સાગરમાં સૌ ભક્તો ડૂબી ગયા અને સર્વત્ર દિવ્યતા છવાઈ ગઈ. આ કેમ બન્યું ? કારણ, વગાડનાર એના સૂરોનો જાણકાર હતો અને વળી પોતે જ એમાં એકાગ્ર હતો.
પિયાનોવાળું આ દેવળ એટલે આપણા અંતરનું મંદિર. આપણે ગાઈએ છીએ કે “પ્રભુજી ! મનમંદિરમાં આવો પણ આની સાથે મંદિરમાં કેવો ધૂપ, કેવી સુરભિ, કેવો પરાગ હોય એનો વિચાર કરવો જરૂરી છે. મન બહુ જ કીમતી, અત્યંત ઉપયોગી અને ઉત્તમ પ્રકારનું સાજ છે, પણ એનો જાણકાર જો એને વગાડે તો જ એમાંથી યોગ પ્રગટે. આવા આનંદની પરકાષ્ઠા મન, વચન અને કાયાના સંવાદમય પૂર્ણયોગથી જ આવે છે.
માણસે જીવનના દરેક ક્ષેત્રમાં આ યોગ કેળવવા મહેનત કરવાની છે. માણસ જ્યાં છે ત્યાં જ જો આ યોગ ન કેળવે, સ્વભાવનું પરિવર્તન ન કરે તો એને માટે બીજે ક્યાંય મુક્તિ નથી, એમ જાણજો. યાદ રાખજો કે જો અહીં વિસંવાદિતા હશે અને કદાચ મહાપુરુષો આવી ચડશે તો પણ મુશ્કેલી જ ઊભી થશે. અંદરના સ્વભાવનો પલટો ન થાય ત્યાં સુધી માનવજીવનનું ખરું પરિવર્તન શક્ય નથી. કહ્યું છે કે
ધર્મરત્નનાં અજવાળાં * ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org