________________
જવું પડશે. પણ તમારી અંદર એક બીજો સાચો ખજાનો છે. જ્ઞાન અને પરમાત્માની જ્યોતથી આપણે એ જોવાનો છે. આજે પરમાત્માની આ જ્યોત આપણી પાસે છે, પણ ઢંકાયેલ છે તેથી જીવન અંધકારમય લાગે છે, પણ જ્યારે અંદરની એ જ્યોત પ્રગટશે ત્યારે આ લોક અને પરલોક – બેઉના જીવન ઉપર નવો પ્રકાશ લાધશે.
આ સફળતા મેળવવા માટે ગંભીરતા, તુચ્છતાનો ત્યાગ, તંદુરસ્ત જીવન, સંપૂર્ણ અંગોપાંગ, પ્રકૃતિ સૌમ્યત્વ, રાગદ્વેષથી પર અને સ્વભાવની નિર્મળતા વગેરે ગુણોને વિકસાવવામાં આવ્યા છે.
જ્યારે મનુષ્ય આત્માને સમજવા માંડે છે ત્યારે એના સ્વભાવમાં ધીમે ધીમે પરિવર્તન થાય છે. આમ તો જ્યારે માણસને સન્નિપાત થાય છે ત્યારે જ્ઞાની અને ગમાર જેમ વર્તનમાં એકસરખા બની જાય છે તેમ જ્યારે માણસમાં ક્રોધ, મોહ, માયા, લોભ ઇત્યાદિ જાગે છે ત્યારે ત્યાગી અને રાગી, સાધુ અને સંસારી બન્ને સરખા બની જાય છે. કષાયનો એ સન્નિપાત મટે, ત્યારે જ માણસને ખ્યાલ આવે કે એ શું કરી રહ્યો હોય છે.
દુનિયાથી તમે જુદા નથી, દુનિયાનો અવાજ એ તમારા બોલોનો એક પડઘો છે. દુનિયાને જે દૃષ્ટિથી જોશો એ જ દૃષ્ટિથી દુનિયા તમારી સામે જોશે. એટલે કહ્યું કે આપ ભલા તો જગ ભલા. માણસનું જીવન સુંદર તો જગતનું જીવન સુંદર,
ધોબી કપડાં ધુએ છે ને એક સાધુ ત્યાંથી નીકળે છે. સાધુને ધોબીના છાંટા ઊડ્યા અને ક્રોધ જાગ્યો, એટલે સાધુએ હલકો શબ્દ વાપરી ઠપકો આપ્યો. ધોબી પણ કાબૂ ખોઈ બેઠો. એણે સાધુને ગાળો આપીને કહ્યું : “અહીં શું કરવા રખડે છે ? તળાવની પાળ ઉપર પાણી ન ઊડે તો શું પથરા ઊડે !” પણ સાધુ દૂર જઈ સ્વસ્થ થઈ વિચારવા લાગ્યો અને તરત જ એને જ્ઞાન થયું કે દોષ તો મારો હતો, અને તેથી એણે જઈને ધોબીને ખમાવ્યો.
ધોબી પણ એનો આ ભાવ સમજી ગયો અને ધોબીએ પણ પગમાં પડીને સાધુની માફી માગી. આમ સન્નિપાત ઊતરી જાય ત્યારે સાધુ એ સાધુ તરીકે પ્રગટે છે અને ધોબી એ ધોબી તરીકે જણાઈ જાય છે. માણસ આવેશમાં આવી જાય છે ને એના મોંમાંથી બીજા દુભાય એવાં વેણ નીકળી પડે છે. આ આવેશને આપણે સંયમમાં રાખવો રહ્યો, કારણ કુદરતનો નિયમ છે કે ક્ષમામાંથી ક્ષમા, સમતામાંથી સમતા અને ક્રોધમાંથી ક્રોધ ઉભવે છે, અને બેઉને એની સારી કે ખરાબ અસર કરી જાય છે.
માનવી ત્યાગને – સાધુપણાને નમે છે પણ જે સમયે એનામાં ક્રોધનો
ધર્મરત્નનાં અજવાળાં - ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org