________________
છે એમની પ્રકૃતિ જ પછી સૌમ્યતાનું સંગીત બની જાય છે. પછી એમની વાણીમાંથી જે ઝરે તે સંવાદના જ સૂરો હોય.
જૂના કાળમાં ગ્રંથોની રચના સંતોએ કરેલી છે, એટલે એ વાતો મીઠી અને શાંત લાગે છે, પણ આજે તો લેખકોના લખાણની પાછળ તૃષ્ણાની આગ પડેલી હોય છે. પરિણામે લેખકોના એ આતશ, માણસની (વાચકની) જિંદગીમાં અસંતોષના ભડકા પ્રગટાવે છે. પહેલાંના બ્રાહ્મણો સંતોષી હતા; આજે બ્રાહ્મણો પણ “ભામણો” થઈ ગયા છે. એમની સંસ્કૃત વાણીમાં આજે ક્યાં સુંદરતા રહી છે ? સંસ્કૃત ભાષા તો દિવ્ય સંગીતની લયમય વાણી છે; આપણા મનને આનંદમાં લપેટી લે એવી એ સુંદર ભાષા છે.
માનવીને દેહ છે તો દેહની માંગ પણ એની સાથે આવે છે. પણ આ માંગ ઉપર મર્યાદા તો હોવી જોઈએ ને ? એ મર્યાદા એટલે વિવેક.
જૂના કાળમાં શ્રમણો અને બ્રાહ્મણો, માંગવું એટલે મરવું, એમ સમજતા. ત્યાગીઓનું કામ હતું ભૌતિક વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા સેવવાનું; રાગીઓનું કામ હતું ત્યાગીઓની સેવા કરવાનું. પણ આજે સાધુઓ માંગતા ફરે છે ત્યારે શ્રીમંતો એમ સમજતા થયા છે કે પૈસાથી તો સાધુઓ પણ ખરીદાય છે ! પણ એ ન ભૂલશો કે જે ખરીદાય છે તે સાચા ત્યાગી નથી; દંભી છે, લોભિયા છે. ખરી સાધુતાને ખરીદવા તો માણસમાં પોતાનામાં સાધુતા આવશ્યક છે.
મહા વિદ્વાન કણાદ જેવાની ખબર રાખવી, એ તે કાળમાં રાજાઓનું કામ ગણાતું. આથી રાજાએ સોના ભરેલો થાળ કણાદ પાસે ધર્યો. પણ કણાદ તો પોતાના સર્જનમાં મસ્ત હતા. જ્યાં સુધી માણસ પોતાના કાર્યમાં આવું આત્મવિલોપન નહિ અનુભવે ત્યાં સુધી તે કાર્યમાં એને પૂરો આનંદ નહિ આવે, વિજય નહિ લાધે.
પ્રેમ સાથે અર્પણ અને સેવાનો સંબંધ હોવો પણ જરૂરી છે. માતા પોતાના બાળકને માત્ર દૂધ જ નથી પડતી, પણ દૂધ સંગે પ્રેમ પણ પાય છે;
જ્યારે આયા માત્ર દૂધ જ પાઈને બેસી રહે છે. બે વચ્ચે આટલો ફેર છે. અને તેથી જ્યારે બાળકને આવો માતૃસ્નેહ નથી મળતો ત્યારે તેનું માનસ વિકત બને છે. પછી એની વિકૃતિઓ આસપાસના વાતાવરણમાં ઝેરી અસર ફેલાવે છે.
જેને અંતરની દુનિયાને કેળવવી છે અને મેળવવી છે, તેને માટે કણાદની માફક બહારની વસ્તુઓનો મોહ તજ્યા વગર બીજો કોઈ આરો નથી.
માટે, માણસે પોતાના જીવનમાં પ્રેયાત્મક એવો વિચાર કેળવવો જોઈએ કે જે તેના જીવનની પ્રત્યેક ક્ષણે એની નજર સામે રહે. જે માણસ આવા આદર્શમાં જીવે અને પછી જીવનમાં કદી થાક લાગતો નથી.
૩૬ ક ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org