________________
Jain Education International
→→
>>>&>
૭. ક્ષુદ્રતાનો ત્યાગ
શુ
વ્રતા અને ગંભીરતા એ બેનો નિષેધ અને વિધેય આપણે સમજવાનો છે. જીવનમાં ક્ષુદ્રતાનો પરિત્યાગ કરવાનો છે અને ગંભીરતાને ધારણ કરવાની છે. દુનિયામાં કોઈ સ્થાન ખાલી રહી શકતું નથી. એટલે ક્ષુદ્રતાનો ત્યાગ કરી, એની જગ્યાએ આપણે ગંભીરતાને બોલાવવાની છે. કાગડાને કાઢી એની જગ્યાએ રાજહંસને બેસાડવાનો છે.
ગંભીરતાવાળો માનવી જ અંદરનો આનંદ મેળવી જાય છે. બાકી તો નાની નાની બાબતોમાં ફ્લેશ કરનારા લોકો, ઓગણત્રીસ દિવસનો સ્વજનનો પ્રેમ એક દિવસમાં બગાડી નાખે છે. આને બદલે જ્યારે માણસ બીજાની કોઈ પણ ભૂલને ચલાવી લેવાની ગંભીરતા કેળવે છે ત્યારે એ મહાનતા તરફ જઈ શકે છે. ક્ષુદ્રતાથી તો માણસ જીવનના પ્રત્યેક પ્રસંગે દુ:ખી બને છે, નાનો બનતો જાય છે; જ્યારે ગંભીરતા આવતાં માનવી વિકાસ પામે છે, આગળ વધે છે.
૨૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org