________________
દર્શન આપણે હાથ નહિ આવે ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી.
જીવનનું ખરું દર્શન ગંભીરતા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. મસ્ત કવિ આનંદઘનજીની ભક્તિમાં એ તત્ત્વ હતું. એ ભગવાનનાં ગીતો ગાતા અને એમની આંખોમાંથી અશ્રુધારાઓ વહેતી. એમને સાંભળનાર પણ ભક્તિમાં તલ્લીન થઈ જતા. જેમ દૂધને મીઠું બનાવવા માટે સાકરના ગાંગડાએ ઓગળી જવું પડે છે તેમ ઘર્મમાં પણ જ્યાં સુધી આપણે તન્મય થઈ ઓગળી ન જઈએ ત્યાં સુધી જીવનમાં મીઠાશ આવતી નથી.
આ યોગીરાજ શ્રી આનંદઘનજીને એમનાં આ ગીતો દ્વારા આત્માનું દર્શન થયેલું અને તેથી એ વિશ્વને ભૂલી જઈ એમાં મસ્ત બનતા. એ જ રીતે માણસ
જ્યારે એના કાર્યમાં મસ્ત બની જાય છે ત્યારે એનું ગીત સાંભળતાં સામા માણસની આંખોમાંથી આંસુ સરે છે. પણ આજે પ્રભુના વિરહને કારણે કેટલાંની આંખમાં આવાં આંસુ ઊભરાય છે ? પ્રભુને વિરહે આજે કોઈ રડતું દેખાતું નથી. કવિએ બરાબર કહ્યું છે કે
સુખિયો સબ સંસાર, ખાવે ઔર સોવે;
દુઃખિયો તુલસીદાસ, ગાવે ઔર રોવે.” તુલસીદાસને ભગવાનનાં દર્શન નથી થતાં અને એ રડે છે. માનવી જ્યારે આમ ભગવાનમાં એકાકાર બને છે ત્યારે એના અંતરનો ઊંડો નાદ પોકારી ઊઠે છે. પાણીમાં પાણી ભળતાં એ જેમ એકાકાર બને છે એમ માણસે પોતાના ચૈતન્યથી પ્રભુના ચૈતન્ય સંગે એકાકાર થવાનું છે. દુનિયાને જ્યારે માણસ ભૂલે ત્યારે જ આત્મના પ્રકાશનો આવિષ્કાર થાય.
ભગવાનને મળવા નીકળ્યા પછી સ્થળ અને સમયનાં બંધન શાં ? એ બધાંને ભૂલીને માણસે એકાગ્રતા કેળવવાની છે. જ્યારે સ્થળ-કાળ અને વસ્તુ (Space, Time and Matter)ના પડદાઓ હટી જાય છે ત્યારે જ આત્મા અને પરમાત્માનું આવું મિલન થાય છે.
ભગવાનને મળવું એટલે રોવું. સ્વજનોનો સમાગમ આત્માને પિગળાવી આંસુ સરાવે છે. પ્રભુ કરતાં વધુ આત્મીય આ જગતમાં આપણું બીજું કોણ છે ? દુનિયા જ્યારે આપણાં આંસુની ટીકા કરશે, એની તરફ હસશે ત્યારે અંદરનો પ્રભુ એક જ, એ રુદનને સમજશે અને શાન્તિ આપશે.
જ્યારે માણસ પોતાના અહમૂને ભૂલી જાય છે અને આત્મામાં તલ્લીન થાય છે ત્યારે જ એને આત્માનંદ મળે છે. અકબરે એક વાર હરિદાસને એના દરબારમાં બોલાવ્યા. હરિદાસે પણ ત્યાં એના દિલના મસ્ત સૂરો છેડ્યા અને સર્વત્ર આનંદ પ્રગટી ઊઠ્યો. પણ કોઈને એ સાંભળી આંસ ન આવ્યાં.
૨૬ જ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International