________________
૬. ગંભીરતા દ્વારા આત્મદર્શન
મપ્રાપ્તિના અધિકારી થવા માટે * ૧ માણસમાં કેવા સદ્ગુણો હોવા જોઈએ
એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધર્મ છેપોતે એક ઉદાત્ત વસ્તુ છે પણ એ જે
માણસની પાસે આવે છે એ માણસ
ગુણવાન ન હોય તો જગતને એ છેતરવા - મંડી જાય છે. પોતાના જીવનની નબળાઈઓ
છુપાવવા, પછી માણસ ધર્મની ઓથ લે છે. જે માણસ ધર્મનું નામ લઈ પોતાના દુર્ગુણોનો નાશ નથી કરતો એ માણસ ધર્મને નામે દંભ સેવે છે; ધર્મને લજવે છે. એવા દંભીઓ ધર્મને બદનામ કરે છે.
સોનાને જેમ પારખવું પડે છે તેમ માણસનેય ચકાસવાની જરૂર રહે છે. જે માણસ એના સોનાને કસોટી ઉપર ચઢાવવાની, એને કાપવાની કે તપાવવાની
ના પાડે ત્યારે સમજવું કે એનું સોનું અશુદ્ધ જી હોવાનો સંભવ છે. સોનાની જેમ, ધર્મી
માણસમાં પણ ધર્મનો સાચો અંશ કેટલો છે તે જાણવા એવી કસોટી ક્યારેક કરવી
'
પડે છે.
૨૪ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org