________________
હોવું જોઈએ.
જૂના કાળમાં રાજાઓ પાસે એને દોરનાર, માર્ગદર્શક એવા ગુરુઓ અને મહાપુરુષો હતા. પણ પછી રાજાઓએ એ માર્ગદર્શન મેળવવાનું છોડ્યું. તેઓ પશુતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને તેમનું પતન થયું. આવા કાળના નવાબનો એક પ્રસંગ છે.
પરદેશી પાર્લમેન્ટનો એક સભ્ય ભારતીય સંસ્કૃતિનો પરિચય સાધવા માટે અહીં આવેલો. એ નવાબના દરબારમાં ગયો. નવાબમાં ઝાઝી બુદ્ધિ ન હતી. પણ એનો દુભાષિયો ભારે હોશિયાર હતો, કુશળ હતો.
નવાબ તો એની ધૂનમાં હતો પણ ભારતની આબરૂ રાખવાનું કામ પેલા દુભાષિયાના હાથમાં હતું. પેલો નવાબ તો તમારે ત્યાં તમારા રાજા કેટલી રાણીઓ-બેગમો રાખે છે? એને છોકરા કેટલા છે?” એવા પ્રશ્નો પૂછે, પણ દુભાષિયો એને બદલે નવા જ પ્રશ્નો રજૂ કરે, અને અતિથિને જ્ઞાનભર્યા જવાબ આપે છે, ભારતની પ્રશંસા વધારે છે. આમ દુનિયાની ઊંધી વાતો સીધી કરે તેનું નામ ડાહ્યો માણસ. જે માણસો બીજાને વાત કરતાં આગ ચાંપતા જાય, તેવાઓ ધર્મના જીવન માટે લાયક નથી.
માટે જીવનનો પ્રથમ આવશ્યક ગુણ એટલે ગંભીરતા અને તેની કેળવણી. ઉતાવળા મનનો માણસ બોલીને પોતાને અને બીજાને નુકસાન કરે છે. કોઈની વાત એની સંમતિ વગર બીજાને કહેવામાં વિશ્વાસભંગ રહેલો છે. જે માણસ કુટુંબમાં, સંસારમાં અને જીવનમાં આવી ગંભીરતા રાખીને વર્તે છે તે જ માનવતાને સોપાને ચડી શકે છે.
તા. ૪-૭-૧૯૭૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org