________________
કેળવવાની જરૂર છે. કેટલીક વાતો એવી હોય છે કે જે વિચારીને પછી જ બોલવી જોઈએ. સત્ય હોય છતાં એને પચાવી પછી જ રજૂ કરાય. આપણી પાસેની વાતો આપણે વિચાર અને વિવેકના ગળણાથી ગાળી પછી જ બીજાને જણાવવાની છે.
કેટલાક જણ પોતાને શંકરના ભક્ત કહેવડાવે છે, પણ શંકર એટલે ? જે બીજાનું શમ્-ભલું કરે છે તે શંકર. જે માણસ જીવનમાં ઝેર પચાવી શકે એ શંકરનો સાચો ભક્ત બની શકે. એણે સદાય સમતા ધારણ કરવી જોઈએ. જે ઝેરને પચાવીને દુનિયાને અમૃત આપે છે તેનું નામ શંકર. આપણે આપણી જાતને ભક્ત કહેવડાવતાં પહેલાં એના ગુણો જીવનમાં લાવવાની જરૂર છે. જીવનમાં આપણે પાર વગરની કડવી વાતો સાંભળીએ છીએ; એટલે માણસે વિચાર કરી, જ્ઞાનથી જીવવાનું છે.
એકની એક દવા એક માટે અમૃત બને છે તો બીજા માટે ઝેર રૂપ થઈ પડે છે. માટે સાંભળેલું હોય તે ગળી જઈને પછી શબ્દોમાં પ્રગટ કરવાનું છે. આ માટે જીવનમાં ગંભીરતા જરૂરી છે. ક્યારેક પરહિત ખાતર જાણ્યું ન જાણ્યું પણ કરવું પડે છે.
વાણી અને દૃષ્ટિની ગંભીરતા સાથે હૃદય સાગર જેવું વિશાળ જોઈએ. દુનિયા ગોળ છે અને તેથી તમારી વાતો ફરી ફરી પાછી તમારી પાસે આવશે. માટે બોલતાં પહેલાં વિચારવું કે જે વાત કોઈને માટે કહું છું, તે વાત ફરતી ફરતી તેને કાને જશે તો તેને કેવી લાગશે ? મારે માટે તે શું ધારશે ? આમ જે વિચારીને વાણી ઉચ્ચારે છે તે જ મહાન બની શકે છે.
કોઈ પણ શબ્દ, વગર વિચાર્યે બોલવો ન જોઈએ. નહિતર ક્યારેક એમાંથી કલહ જાગે. દરેક શબ્દ તમે કયા સંજોગોમાં, કયા રૂપમાં બોલો છો એના ઉપ૨ પણ ઘણો આધાર રહે છે. તમારી પુત્રવધૂ માટે તમે એમ કહો કે “એ મોટા ઘરની છે,' એટલે એ ખાનદાન કુટુંબની અને સદ્ગુણી છે એમ પણ અર્થ થાય : અને એ કામની ચોર છે એમ પણ અર્થ ઘટાવાય. પણ માણસ જો સમજણપૂર્વક વિચારે અને ઉચ્ચારે તો જીવનના આવા ઘણા કોયડા ઉકેલાઈ
જાય.
ખરાબ વાત હોય તો તેને એવા સારા રૂપમાં મૂકવી જોઈએ કે જેથી કોઈને નુકસાન ન થાય, દુ:ખ ન થાય. સત્ય બધું જ બોલી નાખવું એવી બાધા ન હોય. જૂઠું બોલવું નહિ, એ બાધા વધુ જરૂરી છે. વાત કરતી વખતે જાણતા હોઈએ તે બધું સત્ય કહી દેવાની જરૂર નથી; એમાં સંયમ, વિનય અને વિવેક વા૫૨વો જોઈએ અને જે બોલો તે મીઠું, સારું, સાચું અને બીજાને લાભદાયી
Jain Education International
૨૨ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org