________________
આત્મા આવો શક્તિમાન છે. માણસ ધારે તો એના બળ વડે તીર્થંકર બની શકે છે.
પણ આ માટે પાત્રતા જાઈએ. ભરવાડને ચિંતામણી રત્ન મળ્યું હતું, પણ એનું મૂલ્ય એ ન સમજ્યો અને કાગ ઉડાવવા ફેંકી દીધું. માનવજાતનો આ એક વર્ગ; પણ કેટલાક જયદેવ જેવા પણ હોય છે, જે સર્વસ્વનો ત્યાગ કરી આરાધના માંડે છે, અને ધર્મરત્ન પામે છે. આપણે સૌ ભરવાડ જેવા નહિ, પણ જયદેવ જેવા થવાનું છે. જીવનમાં એવી સાધના અને આરાધના કરીએ કે જેથી આ ધર્મરત્નની પ્રાપ્તિ થાય અને માનવજીવન ધન્યતાપૂર્વક સાર્થક થઈ જાય. તા. ૩-૭-૧૯૬૦
૨૦ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org