________________
૨૩
જૂદા જૂદા દર્શાવ્યા છે. અને તેથી એ પ્રત્યેક પ્રકારનાં નામે જુદાં જુદાં આપ્યા છે. પિતાના સરખા છ પ્રત્યેના પ્રેમને મૈત્રીભાવના, પિતાથી ઉંચા પરના પ્રેમને પ્રમોદ ભાવના, પિતાથી હલકા બાળ છો-ગરીબ જીવો પ્રત્યેના પ્રેમને કારૂણ્ય ભાવના અને પોતાના વિરોધીઓની પ્રત્યે કિવા પ્રતિકૂળતાઓનો પ્રત્યે ઉપેક્ષા અથવા તટસ્થતા પૂર્વકના પ્રેમને માધ્ય ભાવના, એવું નામ આપવામાં આવ્યું છે. વસ્તુતઃ રાગદ્વેષનો ત્યાગ કરીને સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ રાખવો, એ આ ચાર ભાવનાઓને હેતુ છે.
બાર ભાવનાઓને બોધ વિસ્તૃતરૂપે ફેલાવવાને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. પ્રત્યેક ભાવનાની સમજુતીને માટે એક એક અષ્ટકની–આઠ શ્લોકની રચના કરી છે અને ઉપસંહાર રૂપે બીજા થોડા કેની રચના કરીને આ શતક-સો ગ્લૅકે પૂરા કરવામાં આવ્યા છે. લોકોમાં જે કથન સંક્ષિપ્ત રચનાથી કરવામાં આવ્યું છે તેને વિશેષાર્થમાં સમજાવવાને અર્થ, વિવેચન અને કેટલેક સ્થળે દૃષ્ટાંતની પણ યોજના કરવામાં આવી છે. આ વિવેચનની એક વિશેષતા એ છે કે મૂળ લોકની રચના કરનાર પંડિત મુનિરાજ શ્રી રત્નચન્દ્રજીને હસ્તે જ એ સઘળું લખાયું છે અને તેથી તે સંપૂર્ણ અર્થવાહક અને ઘણું રસિક થયું છે. મૂળ લોકની રચના કરતી વખતે પ્રત્યેક શબ્દમાં જે અર્થગાંભીર્યની ધારણા તેમણે રાખી હશે તે ધારણ તેમનાજ હસ્તે વિવેચન લખાવાથી સંપૂર્ણ રીતે ફળીભૂત થએલી જોઈ શકાય છે. પાછળ જણાવેલી ચાર ભાવનાઓ આ ગ્રંથને મુખ્ય વિષય નહિ હેવા છતાં પરિશિષ્ટમાં તત્સંબંધે પૃથફ પૃથફ રાગનાં ચાર સંસ્કૃત પદ્યોની તથા તેના ભાવાર્થની યોજના કરવામાં આવી છે. આ પ્રમાણે ભાવનાઓના બોધના સંબંધમાં આ ગ્રંથ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં અત્યંત ઉપયોગી થયો છે. ભવ્ય જીવો તેના વાચન, મનન અને નિદિધ્યાસનવડે સ્વાત્મશ્રેય માં ઉક્ત બને એવી ભાવના સાથે આ ઉપાદ્યોત પૂરે કરું છું. સારંગપુર, અમદાવાદ.
ચુનીલાલ વર્ધમાન શાહ. તા. ૧૭–૧૨-૧૯૧૬,