________________
૨૧
જે કર્મરૂપી મળ લાગ્યો હોય છે તેને સાફ કરવાને પણ તેવો જ પ્રયત્ન કરે જઈએ. એ વિધિ કર્મ ચુંટવાનાં કારણને જાણ વાને, કમને અટકાવવા અને જૂનાં કર્મોને ખંખેરી નાંખવાને છે. એ વિધિનું સૂચન કરનારી સાતમી આશ્રવ ભાવના, આઠમી સંવર ભાવના અને નવમી નિર્જરા ભાવના છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે દોષથી આત્માને કર્મ વળગે છે તે દોષોનું જ્ઞાન મેળવવું અને ઈચ્છવું કે એ દેષો દૂર થાય તે આશ્રવ ભાવના છે. નવાં કર્મ આત્માને વળગે નહિ તેટલા માટે જેથી નવાં કર્મ વળગે તે દોષોને બંધ કરવા, એટલે કે સમ્યમ્ જ્ઞાનથી મિથ્યાત્વને અટકાવવું, વિરતિથી અવિરતિને રેધ કરવો, ક્ષમાથી ક્રોધને વંસ કરવો ઈત્યાદિ વિધિને “સંવર' કહે છે. કર્મનાં કારણે જાણ્યાં અને એ કારણોને નષ્ટ કર્યો એટલે નવાં કર્મો બંધાતાં અટક્યાં, પરંતુ જૂનાં કર્મોને ખપાવવાનું કાર્ય હજી બાકી રહે છે અને એ કાર્ય નિજર ભાવનાદ્વારા બનાવવાનું હોય છે. આ પ્રમાણે નવાં કર્મોનું આગમન થતું અટકવાથી અને જૂનાં કર્મોનું નિજરન થઈ જવાથી આત્મા નિર્મળ થઈ શકે છે અને પછી પોતાના કલ્યાણના માર્ગે આગળ વધવાનું અવશિષ્ટ કાર્ય તેને માટે રહે છે.
આત્મકલ્યાણનું છેવટ નિર્વાણુ અથવા મેક્ષ છે. નિર્વાણપ્રાપ્તિ એ આત્માનું લક્ષ્યબિંદુ છે, પરંતુ એ લક્ષ્યબિંદુ આત્માથી કેટલું દૂર છે, માર્ગમાં કેવાં કેવાં સ્થાને આવે છે અને તેમાંથી પસાર થયા પહેલાં કેવી યોગ્યતા આત્માએ મેળવવી જોઈએ તેનું ખરેખરૂ ભાન થયા વિના આત્માને એ લક્ષ્યબિંદુની અવસ્થિતિ વિષે ખરી કલ્પના આવી શકતી નથી. આ કલ્પનાને અર્થે દશમી લોકભાવના નિર્માણ થએલી છે. લેકને વિસ્તાર કેવો છે, કેટલો છે, કેવી કેવી ઋદ્ધિવાળા છો તેમાં રહેલા છે, કેવી કરણદ્વારા તેઓ તેવી અદ્ધિને પ્રાપ્ત થએલા છે અને ઉચ્ચતમ ઋદ્ધિ ધરાવનાર સિદ્ધ ભગવાન કયાં બિરાજી રહ્યા છે તેનું ચિંતન એ ભાવનામાં કરવાનું છે. એટલું જાણ્યા પછી જે કાંઈ બાકી રહે છે તે જ્ઞાન અને ધર્મની