________________
૨૦
“એકત્વ” અને “અન્યત્વ' ભાવનાદ્વારા પૂરી થાય છે. “અશરણુ” ભાવના જગતના સ્થળ સંબંધને અનુલક્ષીને હતી ત્યારે એકત્વ અને અન્યત્વ ભાવના તેના સૂક્ષ્મ અવસ્થાનનું જ્ઞાન આપે છે, જેવી રીતે આત્મા એક જ કર્તા અને ભકતા છે, તેવી જ રીતે સર્વ વસ્તુઓથી “ અન્ય' અર્થાત “ ન્યારો” છે. આ ભાવનાદ્વારા જેનોનું મતવારિત્વ દર્શાવવામાં આવ્યું છે. આત્મા સિવાયની સર્વ બાહ્ય વસ્તુઓ જડ છે અને આત્માને તેની સાથે કરશે સંબંધ નથી, બલકે પિતાના દેહ સાથે પણ તેને સંબંધ નથી એવું દર્શાવતાં છઠ્ઠી અશુચિ ભાવનામાં પોતાના દેહની અસારતાનું જ્ઞાન મનુષ્યને કરાવ્યું છે. દેહ એ આત્મા નથી પરંતુ આત્માનું વસ્ત્ર છે અને એ અશુચિ વસ્ત્ર ઉપર રાગ કે મમત્વ રાખવાથી આત્મકલ્યાણ સધાવાનું નથી એવો ઉપદેશ એ ભાવનાદ્વારા મનુષ્યને મળે છે. અહીં આગળ આત્માનાં સર્વ લક્ષણેનું મનુષ્યને થવું જોઈતું જ્ઞાન પૂર્ણ થાય છે, અને પછી મનુષ્ય એ આત્માને નિર્મળ બનાવીને કલ્યાણના માર્ગે આગળ વધારવાની આવશ્યકતા ઉભી થાય છે.
આત્મા કોણ છે, કેવો છે, અને કેવા સંયોગોમાં મેલાય છે એ જાણ્યું એટલે તે મનુષ્યની બુદ્ધિ આગળ તેના નગ્ન-Naked સ્વરૂપમાં રજુ થાય છે. તે વખતે મનુષ્ય સમજે છે કે, જે આત્મા આવો છે, દેહ આવો છે, સંસાર આવે છે અને આખું જગત આવું છે, તે પછી આજ સુધીમાં આત્મા અને કશઃ કલુષિત થયે હેવો જોઈએ–તેમાં મળ ભરાયો હોવો જોઈએ. એ કલ્પનાને અંતે તે સમજે છે કે–તેને સાક્ષાત્કાર થાય છે કે અનેક પ્રસંગે અને અનેક રીતે પિતાને આત્મા મલિન થયું છે અને તેથી તેને નિર્મળ કરવો જોઈએ. જેવી રીતે રેગી માણસના શરીરમાંથી રોગને દૂર કરવા માટે પહેલાં તેણે રોગ થવાનાં કારણે જાણવા જોઈએ, એ કારણેને અટકાવવાં જોઈએ અને પછી ભરાઈ ગએલા રોગને ઔષધોપચારધારા દૂર કરવો જોઈએ, તેવી જ રીતે આત્માને