________________
૨
પ્રાપ્તિ જ માત્ર છે. સત્ય જ્ઞાન દુર્લભ છે માટે સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલાં સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખવી, સતને સત તરીકે અને અમને અસત તરીકે ઓળખવું તથા ગુરૂકૃપાએ તેમાં પારંગત થવું એ ભાવનાને “બાધિદુર્લભ' એવું નામ આપવામાં આવ્યું છે. છેલ્લી અથવા બારમી “ધર્મ' ભાવના છે. એક ધર્મના આલંબનથી નિર્વાણરૂપ દીપિકાએ પહોંચી શકાય છે; તેથી કેવળજ્ઞાનથી તીર્થકર ભગવાને જગતના હિતાર્થે લોકોને જે જ્ઞાન ઉપદેશ્ય છે તે સત્ય હેવું જોઈએ એવી શ્રદ્ધા રાખીને દેશવિરતિ તથા સર્વવિરતિરૂપ તેમણે ઉપદેશેલા ધર્મનું પાલન કરવુંઃ આ છેલ્લી ભાવનાના ચિંતન તથા અનુસરણ દ્વારા આત્મા પોતાનું સંપૂર્ણ શ્રેયઃ સાધી શકે છે. ભાવના ભાવવાનું-દઢ શુભ વિચારેનું ચિંતન કરવાનું આ રહસ્યયુક્ત મહત ફળ છે. ભાવનારહિત સર્વ ક્રિયાઓ અફળ નીવડે છે અને તેથી જ ગુણસ્થાનકની શ્રેણીએ ચડવા માટે ભાવનાઓની સહાયની અનિવાર્ય અગત્ય શાસ્ત્રકારે દર્શાવી છે.
આ દ્વાદશ ભાવનાઓમાં સર્વ રહસ્યની પૂર્ણાહુતિ થાય છે. તેની દ્વારા જે આત્મકલ્યાણ સધાય છે તે જ આત્મકલ્યાણ સાધવા માટે ભાવનાઓની એક બીજી શ્રેણી પણ નિર્માણ કરેલી છે. આ શ્રેણી માત્ર ચાર ભાવનાઓની છે, મૈત્રી (Love towards equals ), 2718 (Love towards superiors ) $1394 (Love towards inferiors) 242 24164724 (Indifference towards opposition.) એ પ્રમાણે એ ચાર ભાવના છે. પિતાથી સરખા, પિતાથી ઉંચા, પિતાથી નીચા અને (ધર્મદષ્ટિથી) પિતાના વિરોધીઓ ઉપર તથા બીજી પ્રતિકૂળતાઓ ઉપર પ્રેમસમાનભાવ રાખતાં શીખવનારી અર્થાત અનુકૂળ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ એ બન્ને વૃત્તિઓને ત્યાગ કરવાનું શિક્ષણ એ ભાવનાઓ આપે છે. રાગ-દ્વેષ એજ કર્મબંધનું મૂળ છે અને એનો ત્યાગ કરવાથી આત્મા “સમતા' ને પામીને પિતાનું શ્રેયઃ સાધી શકે છે. જૂદી જૂદી સ્થિતિના જીવો પ્રત્યે પ્રેમ રાખવાના પ્રકારે