SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રાપ્તિ જ માત્ર છે. સત્ય જ્ઞાન દુર્લભ છે માટે સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલાં સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખવી, સતને સત તરીકે અને અમને અસત તરીકે ઓળખવું તથા ગુરૂકૃપાએ તેમાં પારંગત થવું એ ભાવનાને “બાધિદુર્લભ' એવું નામ આપવામાં આવ્યું છે. છેલ્લી અથવા બારમી “ધર્મ' ભાવના છે. એક ધર્મના આલંબનથી નિર્વાણરૂપ દીપિકાએ પહોંચી શકાય છે; તેથી કેવળજ્ઞાનથી તીર્થકર ભગવાને જગતના હિતાર્થે લોકોને જે જ્ઞાન ઉપદેશ્ય છે તે સત્ય હેવું જોઈએ એવી શ્રદ્ધા રાખીને દેશવિરતિ તથા સર્વવિરતિરૂપ તેમણે ઉપદેશેલા ધર્મનું પાલન કરવુંઃ આ છેલ્લી ભાવનાના ચિંતન તથા અનુસરણ દ્વારા આત્મા પોતાનું સંપૂર્ણ શ્રેયઃ સાધી શકે છે. ભાવના ભાવવાનું-દઢ શુભ વિચારેનું ચિંતન કરવાનું આ રહસ્યયુક્ત મહત ફળ છે. ભાવનારહિત સર્વ ક્રિયાઓ અફળ નીવડે છે અને તેથી જ ગુણસ્થાનકની શ્રેણીએ ચડવા માટે ભાવનાઓની સહાયની અનિવાર્ય અગત્ય શાસ્ત્રકારે દર્શાવી છે. આ દ્વાદશ ભાવનાઓમાં સર્વ રહસ્યની પૂર્ણાહુતિ થાય છે. તેની દ્વારા જે આત્મકલ્યાણ સધાય છે તે જ આત્મકલ્યાણ સાધવા માટે ભાવનાઓની એક બીજી શ્રેણી પણ નિર્માણ કરેલી છે. આ શ્રેણી માત્ર ચાર ભાવનાઓની છે, મૈત્રી (Love towards equals ), 2718 (Love towards superiors ) $1394 (Love towards inferiors) 242 24164724 (Indifference towards opposition.) એ પ્રમાણે એ ચાર ભાવના છે. પિતાથી સરખા, પિતાથી ઉંચા, પિતાથી નીચા અને (ધર્મદષ્ટિથી) પિતાના વિરોધીઓ ઉપર તથા બીજી પ્રતિકૂળતાઓ ઉપર પ્રેમસમાનભાવ રાખતાં શીખવનારી અર્થાત અનુકૂળ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ એ બન્ને વૃત્તિઓને ત્યાગ કરવાનું શિક્ષણ એ ભાવનાઓ આપે છે. રાગ-દ્વેષ એજ કર્મબંધનું મૂળ છે અને એનો ત્યાગ કરવાથી આત્મા “સમતા' ને પામીને પિતાનું શ્રેયઃ સાધી શકે છે. જૂદી જૂદી સ્થિતિના જીવો પ્રત્યે પ્રેમ રાખવાના પ્રકારે
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy