________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે તેને અંગીકાર કરે એટલે તેને આધીન થવું. ભક્તિ કરવી ત્યારે પૂર્વાધ કેમ બોલ્યા? દુનિયામાં પક્ષપાતથી શું લેવાય છે? તે ધ્યાનમાં
લ્યો. પક્ષપાત ન જે વીસે વીર ભગવાન ઉપર રાગ નથી એમ નથી કહેતા કપિલાદિક ઉપર અપ્રીતિ નથી એમ નથી કહેતા. પક્ષપાત નથી. પક્ષપાત એનું નામ કે–એનું ખોટું છતાં સાચું કરવું. સાચાને ખોટું કરવું. આનું નામ પક્ષપાત. અર્થાત્ પક્ષપાત શબ્દ કહીને જણાવે છે કે–વીર ઉપર મારે રાગ છે. ગુણવગરનાને ગુણ કરી દેવાનો પક્ષપાત હોય તે પક્ષપાત. પક્ષપાત શબ્દ ઊંધું છતું કરવાની દાનત થાય ત્યાં પક્ષપાત કર્યો એ શબ્દ વાપરો છો, વગર હકે દેવું ને હક છતાં ન દેવું ત્યાં પક્ષપાત શબ્દ વપરાય છે. ભગવાન મહાવીરને માનું છું, પણ પક્ષે પોતે અર્પણ કર્યો નથી. મહાવીરસ્વામીને મન વચન કાયા અર્પણ કર્યા છે, તે તેમના ગુણોને અંગે. ભગવાન હરિભદ્રસૂરિજીને મહાવીર ઉપર કે રાગ છે? તેમને અષ્ટક ગ્રન્થ જેવા ભલામણ છે, તથા તેઓ જે શાસ્ત્રવાર્તાસમુચ્ચય જોઈ લેશે તો માલુમ પડશે કે મહાવીર ભગવાન પર કે રાગ છે. આ વચન. રાગ નિષેધ માટે નથી. પક્ષપાત નથી. જે કહેનારા સાંભળનારા માર્ગને અનુસરનારા હોય તેમને પક્ષપાત નિષેધ લાગે. રાગ નિષેધ નહિ લાગે.
पुराणो मानवो धर्मः साङ्गो वेदचिकित्सकः । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।।
પુરાણ મનુસ્મૃતિ, અંગોપાંગસહિત વેદ, ચિકિત્સાશાસ્ત્ર આ ચારે આજ્ઞાથી માની લેવા. તેમાં હેતુ–ગુક્તિ લગાડી ખંડન ન કરવું. “ચાર વેદ તે કહે તેમ માની લેવા, હેત-યુકિતથી ખંડન ન કરવા–તેમ અહીં નથી. આજ્ઞાસિદ્ધ છે માટે માની લેવા તેમ અહીં નથી. અહીં પક્ષપાતનો નિષેધ છે. નહિં કે રાગનો. માર્ગથી બહાર રહી બેલનાર અર્થે વિચારતો નથી. એ જે પક્ષપાત એ મહાવીર માટે નથી. “શત્રુને શત્રુ એ સહેજે મિત્ર થાય તેવી રીતે સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક એ બધા ઉપર દ્વેષ હોય ને તેમના દ્વેષી તીર્થકર તેથી કપિલાદિકનો દ્વેષ સફળ કરવા તમે જિનેશ્વરમાં ખેંચાયા છો તેમ નથી. એમની ઉપર અમાન્યતા તે દ્વેષ કે કધથી નથી. આજ વચનથી સાબીત કર્યું કે-મહાવીર પક્ષપાતને લાયક છે ને કપિલાદિક દ્વષને લાયક છે. પક્ષપતિ જ સ ન તે વિજેબ્રાપુિ તેમ કેમ નથી કહેતા ? આ વચન ધ્વનિત-સાબીત કરે છે કે