________________
પ્રવચન પપ
શુદ્ધધર્મ તરફ રાગ થતે ખરે? સાંભર્યું ત્યારે કલ્યાણકારી થયું ને ? ને જાણત નહીં તે માનત કયાંથી? ને માનત નહીં તે રાગ થાત કયાંથી ? આરંભ પરિગ્રહ અધમ છે, તે ત્રિવિધ ત્રિવિધ સરાવવા તૈયાર થયા. શુદ્ધ દેવાદિક તરફ પ્રીતિ, અશુદ્ધ દેવાદિક તરફ અપ્રીતિ કરી. શુદ્ધ ઉપર રાગ અને અશુદ્ધ ઉપર અપ્રીતિ કરી, તેની જડ કઈ ? રાગ દ્વેષને ઉત્પન્ન કરનાર આજ, દેવ-ગુરૂ ધર્મને અંગે શુદ્ધાશુદ્ધ વિભાગ પાડ્યા ન હોત, તો જગતમાં એ રાગ-દ્વેષને સ્થાન જ ન હતું. પણ શાસ્ત્રકાર કહે છે કે રાગ વધારે તેમ નિર્જરા વધારે, દ્વેષ વધારે તેમ નિર્જરા વધારે, પણ. રાગ-દ્વેષ ક્યા? પ્રશસ્ત. માટે બરાબર સમજજે, એક બાજુ ન પકડશે. જોડેનું સ્વરૂપ લઈને પકડજે. જેમ શુદ્ધ ધર્મ તરફ રાગ વધારે તેમા મેક્ષ નજીક. એવી રીતે પેલી બાજુ અશુદ્ધ ધર્મ ગુરૂ દેવ તરફ છેષ વધારે તેમ મોક્ષ નજીક, અને નિર્જરા વધારે. આ વાતથી નકકી શું કર્યું. પ્રશસ્ત રાગ એ જેકે કષાય રૂપ છે, છતાં પણ તેજ નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત રાગ વગર કોઈએ પણ નિર્જરા કરી નથી, થતી નથી, ને થવાની પણ નથી. પ્રશસ્ત દ્વેષ વગર નિર્જરા થતી નથી, થવાની નથી ને થશે. પણ નહીં જ. નિર્જરા કને? છદ્મસ્થ હોય ત્યાં સુધી પ્રશસ્ત રાગ કે દ્વેષ વગર નિર્જરા થતી નથી. કારણ? ચાહે તો શુદ્ધ દેવનું આલંબન. હાય, ત્રણ આલંબન સિવાય મેક્ષ નજીક જવાનું બનતું નથી. એવી રીતે અશુદ્ધ દેવને છોડ્યા વગર નિર્જરા થઈ શક્તી નથી ને મિક્ષ નજીક આવી શક્તિ નથી. પ્રશસ્ત રાગ ને ઢષ આ બેનું પોષણ કરો છો તે. ભગવાન હરિભદ્રસૂરિજી જનમતને અંગે જણાવતા કહે છે કે
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।।१।। પક્ષપાત એટલે શું?
વીરમાં મારો પક્ષપાત નથી, તેમ કપિલ આદિકને વિષે મારો દ્વિપનથી. યુક્િતવાળું વચન જેનું હોય તેનું ગ્રહણ કરવું જોઈએ તે ન્યાય છે. આ વિષે અણસજુએ સીધે અર્થ કરી લીધો છે કે–ભગવાન હરિભદ્રસૂરિજી મહાવીરને માનતા હતા, પણ તેમ નથી. આપણા લોકેએ પહેલા બે પાદને પકડી લીધા છે, પણ આગળના બે પદનો વિચાર કર્યો નથી. જેનું વચન. યુફિતવાળું છે, તેને અંગીકાર કરવું જોઈએ. યુતિવાળા વચન જેના હાયે.