________________
૩૨
શ્રીમદ વનસિદ્ધિ મલકચંદ “પ્રશ્નોત્તરચિંતામણિ”ના વર્તમાન કાળે આયુષ્ય કેટલું હોય તેના ૧૨૧માં પ્રશ્નના ઉત્તરમાં લખ્યું છે કે –
કોઈ પુરુષનું આયુષ્ય એકસો વીશ કરતાં અધિક વર્ષનું પણ હય, તે વાત શતાવધાની શા. રાયચંદ રવજીભાઈએ “ભદ્રબાહુસંહિતા”માં જોઈ હતી, તેમાં તેમના કહેવામાં એવું હતું કે જેને ધન લગ્નમાં જન્મ હોય, ચોથે મીનને ગુરુ હોય, અને ૧૧મે તુલાનો શનિ અને શુક હય, ગ્રહ અંશે કરીને બળવાન હોય, આઠમે કેઈ ગ્રહ ન હોય અને શુક કે શનિની દશામાં જન્મ હોય, એવી રીતનો યોગ હોય તો બસેં ને દશ વર્ષનું આયુષ્ય તેનું હોય. ઈત્યાદિ.”૩૧
શેઠ અનુપચંદ મલકચંદ એક વયેવૃદ્ધ, સ્થિતિચુસ્ત જૈન હતા. તેમને જોતિષને પણ સારો અભ્યાસ હતે. વિ. સં. ૧૯૪પના માગશર અને અષાડ માસમાં શ્રીમદ્દ તેમની ૨૧ વર્ષની વયે ભરૂચમાં તેમને ત્યાં રહ્યા હતા, તે સમયની ઉપર જણાવેલી “ભદ્રબાહુસંહિતા” વિશેની વાત છે.
વિ. સં. ૧૯૪૩ના આસો માસમાં જેતપુરમાં શ્રી શંકર પંચોળીને, જેમણે શ્રીમદની પ્રશ્નકુંડલી બનાવી હતી, તેમને જ્યોતિષને નષ્ટ વિદ્યાને પ્રયોગ બતાવીને શ્રીમદ્ આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યોતિષમાં નષ્ટવિદ્યાને એવો પ્રકાર છે કે સાલ, માસ, તિથિ, સમય વગેરે વિનાની સાચી કુંડલી પરથી તે કુંડલીનાં સાલ, માસ, તિથિ, વાર, સમય વગેરે સાચાં કહી દેવાં. શ્રી પંચોળીને શ્રીમદ્દની આ શક્તિ જેઈ બહુ આશ્ચર્ય થયું હતું. અને તેમણે જણાવ્યું હતું કે નછવિદ્યાનો પ્રયોગ કરવો એ તો બ્રાહ્મણની અમૂલ્ય વિદ્યા છે. તેના જાણકાર ભાગ્યે જ હોય છે. તેવા એક જ જાણકાર તે સમયે હતા તેમ શ્રી પંચોળી કહેતા હતા. અને તે જાણકાર પણ તે વખતે કાશી રહેતા હતા. આથી શ્રી પંચોળીએ શ્રીમદને આ વિદ્યા શીખવવાની કૃપા કરવા વિનંતી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં શ્રીમદે જણાવેલું કે
વિદ્યા શીખવાડી શકાય તેવી નથી. વળી તે ગણિતનો વિષય હોવાથી અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની એકાગ્રતા તથા રિથરતા માંગે છે, તેથી તે શીખવા માટે બળવાન ઉપાદાન જોઈએ. - શ્રીમદ્દ હસ્ત, મુખ, આદિનું અવલોકન કરીને– અર્થાત્ સામુદ્રિક શાસ્ત્રથી – પણ તિષ જોઈ શકતા હતા.
શ્રીમદના જ્યોતિષના જ્ઞાનની ખ્યાતિ ધીરે ધીરે પ્રસરતી ગઈ, અને તેથી તેમના એ જ્ઞાનનો લાભ તેમનાં સગાં-સંબંધી, સ્નેહી, આપ્તજન વગેરે ખૂબ છૂટથી લેવા લાગ્યાં. શ્રીમદ તેમના જ્ઞાનનો લાભ પણ શક્ય હોય ત્યાં સુધી બધાંને આપતા. શ્રીમદના આવા એક નેહીજન, મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયાએ શ્રીમદ્દના જ્ઞાનને પોતાને થયેલ અનુભવ વર્ણવતાં લખ્યું હતું કે –
૩૧. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” પૃ. ર૭.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org