________________
શ્રીમદના જીવનસિદ્ધિ તેમની શક્તિ કેળવેલી નહતી તે જ સૂચવે છે. આ પરથી આપણે નિઃશંક નક્કી કરી શકીએ કે શ્રીમદ્દમાં ખીલેલી અવધાનશક્તિ કેળવેલી નહોતી, પણ “મતિજ્ઞાન”ની ધારણશક્તિને આધારરૂપ હતી, એટલે તેમની એ શક્તિ ઘણા ઊંચા પ્રકારની હતી.
આવી અદ્દભુત શક્તિ હોવા છતાં માત્ર વીસ વર્ષની વયથી એટલે કે સં. ૧૯૪૩થી (સને ૧૮૮૭થી) તેમણે અવધાનના પ્રયોગે જાહેરમાં કરવા છેડી દીધા હતા, અને તે શક્તિને પોતાના અંતરમાં સમાવી દીધી હતી. આ પ્રયોગ તેમને પરમાર્થમાર્ગમાં વિજ્ઞરૂપ લાગતાં, તેમણે તેને ત્યાજ્ય ગણી, તેનાથી મળતી કીતિ અને ધનનો મેહ પણ રાખ્યાં નહોતાં. એટલું જ નહિ પણ સર ચાર્લ્સ સારજદ જેવાએ તે તેમને યુરોપમાં આ પ્રગો બતાવી કીતિ સંપાદન કરવાની ભલામણ કરી હતી, ત્યારે પરદેશમાં હિંદુ આચારવિચાર સચવાય નહિ એવું કહી તે માગણી વિનયપૂર્વક નકારી હતી. અને એ દ્વારા દેશવિદેશની
ખ્યાતિને મેહ પણ છોડ હતે. માણસ સામાન્ય રીતે ધન અને કીતિ મેળવવા માટે વલખાં મારતે હોય છે, ત્યારે શ્રીમદ્દ ૨૦ વર્ષની નાની વયમાં, યોગવિભૂતિની જેમ, તેને ત્યાજ્ય ગણી આત્માની ઉચ્ચ દશાનું એક શિખર સર કરે છે. પંડિત સુખલાલજીએ એક લેખમાં તેમના વિશે યોગ્ય જ લખ્યું છે કે –
બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તો એ હતી કે, તેમની અવધાનશક્તિ બુદ્ધિવ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી. ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળી પ્રગટયું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તે એ છે કે એટલી અદભુત અવધાનશક્તિ, કે જેના દ્વારા હજારો અને લાખ લોકોને ક્ષણ માત્રમાં અજી અનુગામી બનાવી શકાય, આસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં પણ તેમણે તેને પ્રયોગ
ગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણું, તેને ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા સાધારણ માણસથી થવું શક્ય નથી.”૨૮
શ્રીમદ્દ જ્યોતિષી તરીકે
શ્રીમદને અવધાની તરીકે જેવી સફળતા મળી હતી, તેવી જ સફળતા જોતિષી તરીકે પણ મળી હતી. શ્રીમદ્ એક શોખ તરીકે જ્યોતિષશાસ્ત્રને અભ્યાસ કરવાની શરૂઆત નાની વયથી જ કરી હતી, અને તેનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની મહેચ્છા ઉગાડવા માટેનું નિમિત્તે તેમને શ્રી શંકર પંચળી પાસેથી મળી ગયું હતું.
વિ. સં. ૧૯૪રમાં શ્રીમદ્ મુંબઈ આવ્યા, તે પહેલાં તેઓ તેમના બનેવી ૨. ચત્રભુજ બેચર પાસે જેતપુર ગયા હતા. તે સમયે જેતપુરમાં શ્રી શંકર પંચોળી નામે વિદ્વાન જ્યોતિષી રહેતા હતા. તેમને ચત્રભુજભાઈએ શ્રીમદને કયા સ્થળે, ક્યારે કેટલી અર્થપ્રાપ્તિ
૨૮. “શ્રી રાજચંદ્રનાં વિચારરતને", પૃ. ૧૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org