________________
૧. જીવનરેખા
२८
આપી હતી. પ્રયોગના બીજા ભાગમાં આંખે પાટા બાંધીને ચોપડીઓ ઓળખી કાઢી, અને ત્યાર બાદ હર્ષને પોકારે વચ્ચે પ્રયોગ પૂરો કરી કવિ એક રસિલું ભાષણ કરી વિધાનવિધિ વિશે તથા સ્મરણશક્તિની કેળવણી વિશે થોડું બોલ્યા હતા. સભામાં આશરે બસે ગૃહસ્થ બિરાજ્યા હતા. અને કવિએ પોતાની અદભુત શક્તિ બતાવી સર્વ કેઈને સાનંદાશ્ચર્ય પમાડયા હતા.૨૬
તા. ૨૪-૧૨-૧૮૮૭ના “જામે જમશેદ”માં પણ એ અહેવાલ છપાયો હતો. તેમાં જણાવ્યું છે -
આ સભામાં સ્મૃતિમાં રાખેલા દશ ભાષાના શબ્દો અધીર કલાકમાં મનન કર્યા હતા, એ પછી કમિટીના ગૃહસ્થાએ વારાફરતી પિતાનાં વાક્યોના બોલો હેરફેર રીતે કવિને કહ્યા હતા અને તે થેડી થોડી વાર મનમાં છૂટા તેમણે ખ્યા હતા. વળી તે જ વખતે તેમણે એક કવિતાના છૂટા છૂટા અધૂરા બોલો એક જણને લખાવ્યા હતા. અર્ધો કલાક એ રીતે ગોખવા પછી સભાની જેસભેર તાળીઓ વચ્ચે સઘળાં વાક્યો બરાબર બેસી ગયા હતા. ડોકટર પીટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા.”૨ ૭
વર્તમાનપત્રોમાં આવેલી શ્રીમદ્દના અવધાનના પ્રયોગોની હકીકત વાંચતાં તેમની અદ્દભુત શક્તિને આપણને કંઈક ખ્યાલ આવે છે. આ ઉપરાંત “ધી ટાઈમ્સ ઑફ ઈન્ડીઆ”,
એ ગેઝેટ”, “જામે જમશેદ” આદિ પત્રોમાં સાભિપ્રાય મુખ્ય લેખ તથા બીજી સભાનાં છ વર્ણન પ્રગટ થયેલાં, પણ તે બધાં હાલ ઉપલબ્ધ નથી. એ જ રીતે, તે સમયના હાઈકોર્ટના ચીફ જજે સર ચાર્લ્સ સારજંટ, મી. ટર્નર વગેરે ઘણું ચુરોપિયન તથા દેશી અગ્રેસર એ શ્રીમદને આપેલા અભિનંદન પત્રો હાલમાં ઉપલબ્ધ નથી. તે બધું જે આજે પ્રાપ્ત હોત તે શ્રીમદ્દની આ અદ્દભુત શક્તિ પર થોડે વિશેષ પ્રકાશ પડી શકત.
આજે જેટલી માહિતી મળે છે, તે પરથી પણ આપણે એ અભિપ્રાય બાંધી શકીએ કે શ્રીમની અવધાનશક્તિ ધારણારૂપ હતી. પહેલી વાર અવધાન જોતાંની સાથે જ તેમણે તે શીખી લીધાં હતાં. વળી તેને બીજે જ દિવસે કશા પણ વિશેષ પ્રયત્ન વિના બાર અવધાન સફળતાપૂર્વક કરી બતાવ્યાં હતાં. તે પછી સેળ, બાન અને શતાવધાન સુધીના પ્રયોગે તેમણે વિશાળ મેદનીમાં સફળતાપૂર્વક કર્યા હતા. લોકોએ માગેલા વૃત્તમાં તથા માગેલા વિષયમાં શીધ્ર પદ્યરચના કરવી, સેળમાંથી પંદર અજાણી ભાષાઓના વિલેમ સ્વરૂપે અપાયેલા શબ્દો સરખી રીતે ગોઠવીને પ્રત્યેક ભાષાનાં વાક્ય રચી કહી બતાવવાં, ગણિતના અટપટા કેયડા ઉકેલવા, એ વગેરે કઠિન કાર્યો કરવાં તે કઈ સાધારણ શક્તિવાળાનું કામ નથી. આવાં કાર્યો કરવાની શક્તિ કેળવી શકાય તેના કરતાં સ્વયંભૂ જ વિશેષ હોય છે. વળી શ્રીમદ્દ અવધાનની સંખ્યામાં જે ઝડપથી વધારો કરી શક્યા હતા તે ઝડપ પણ
૨૬. એજન, ભાગ ૧, પૃ. ૪૭૪. ૨૭. એજન, ભાગ ૧, પૃ. ૪૭૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org