________________
સમયને ઓળખે.
તે ક્રિયા થાય, પરંતુ કદાચિત માની લે છે કે ક્ષેત્રમાં કઈ પણ જાતનું સુગંધિત પુષ્પ ન મળે, તો શું ત્યાંના મનુષ્યએ પૂજા સર્વથા છોડી દેવી ? કદાપિ નહિં. જે કંઈ સાધને પ્રાપ્ત થાય, તેનાથી કામ તે સાધવું જ જોઈએ. આજ પ્રશ્ન કેશરને પણ છે. કેશર માટે ચાલેલી ચચાં ઉપરથી એટલું તે અવશ્ય જોવાયું છે કે કેશરમાં અપવિત્ર વસ્તુઓના પટ અવશ્ય દેવાય છે, પરંતુ કયા કેશરમાં તે પટ દેવાય છે અને ક્યા કેશરમાં નથી દેવાયેલ, એ જાણવું અશકય છે. જો કે કેટલાક લેકેએ તેની પરીક્ષા કરાવી છે અને તેમાં કાશ્મીરથી આવતું કેશર કહેવાય છે કે શુદ્ધ છે, પરંતુ સાથે એમ પણ જાહેર થયું છે કે-તે કેશર એટલા પ્રમાણમાં નથી થતું કે જેથી બધે પહોંચી શકે અને તેથી વ્યાપારિઓને ભેળસેળ કરવું જ પડે, એ સ્વાભાવિક છે. આવી અવસ્થામાં કેશરના વાપરનારાએ શું કરવું, એ એક વિચારણીય પ્રશ્ન છે. આ પ્રશ્ન ક્રિયાની શુદ્ધતા સાથે વધારે સંબંધ ધરાવે છે. કોઈ પણ ક્રિયામાં
છતાં ઉપકરણે શુદ્ધ હેય તેજ વાપરવાં, કે અશુદ્ધ-અપવિત્ર હોય અથવા તેવી શંકાવાળાં હોય તે પણ ચાલવા દેવાં ? એને નિર્ણય થાય તે કેશરની ચર્ચાને નિવેડો શીઘ આવે તેમ છે. આમાં પણ મારું નમ્ર મન્તવ્ય તે એજ છે અને તે દરેકના મગજમાં આવી શકે તેમ છે કે, જે કેશર, કહેવાય છે તેમ અપવિત્ર વસ્તુના પટવાળું અથવા ખાતરી વિનાનું કે શંકાવાળું હોય તે તે ન વાપરતાં કેવળ ચંદનને જ ઉપયોગ કરવો વધારે શ્રેષ્ઠ છે. કારણ કે જે કેશરથી પૂજા કરવામાં આવી હોય તે કેશર કદાચ અપવિત્ર નીકળે, તે તેને દેષ મહાન લાગે. જ્યારે કેશર નહિં વાપરવાથી કંઇ નુક્સાન તે થવાનું નથી જ. લાભને બદલે નુકસાન થવાને ભય હોય, એવું કાર્ય કરી શકામાં ઉતરવું, એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com