________________
સમયને ઓળખો. લેવું જ; ઉપધાન વહન કરે-માળ પહેરે, એની પાસે નકરે લેવોજ જોઈએ. ઘેડ કે ઘણો જે નકરે ન આપી શકે છે, તે ઉપધાન જેવી ક્રિયા ન કરી શકે, વ્રત ગ્રહણ કરવું હોય અને નાંદ મંડાવે એટલે નાંદને નકરે એના કપાળે ચેટજ. પૂજા કે સ્નાત્રપૂજા ભણાવે, એને પણ અમુક નકરે આપવો જ રહ્યા. કોઈ બાઈ જંદગીમાં પહેલી જ વાર પિસહ કરે, અથવા કંઇ વ્રત લે, તે અમુક નકરે અથવા અમુક ખરચ કરવું જ જોઈએ, નહિં તે એ બધું કરાવ્યું ધૂળધાણ. વ્યાખ્યાન વાંચવાને સ્થાને ચંદરવા પૂઠિયા બાંધવાં જ જોઈએ. હાથમાં પાનાં લઈને જ સાધુએ વ્યાખ્યાન કરવું જોઈએ. સ્થાપનાજીને પધરાવવા ત્રણ પાટલા ગોઠવવા જ જોઈએ, તેના ઉપર રૂમાલ નાખવા જ જોઈએ; વ્યાખ્યાનમાં પહેલાં સૂત્ર વાંચવું. અને પાછળ કંઈ કથા વિગેરે વાંચવી. અને વચમાં સ્ત્રિાએ ગહું ગાવી; સ્થાપનામાં રેશમી અથવા રેશમથી ભરેલી મુહપત્તિ તથા રૂમાલ રાખવા. ઠવણીને પણ રેશમનાં ફુમતાં વિગેરેથી ખૂબ શણગારવી, ખાસ ખાસ તહેવારના દિવસેએ ચાંદીની ઠવણી મૂકવી, દેરાસરમાં ચામર, નગારાં, રેશમી વસ્ત્રો વિગેરે વાપસ્વામાં વાંધો નહિ માન, અને એક માણસના હાથે ઘડીયાળને પડ્યો હોય તે તે બહાર કાઢવા જ જોઈએ, સાધુઓએ દાંડે મધરાવાળા જ રાખવો જોઈએ; કાંબળ, સંથારિયાં, ઓધારિયામાં ગેમૂત્રકા કાઢવાં. એવામાં અમુક જાતનું રેશમથી ભરત ભરાવવું; આચાર્યાદિ પદવીઓ વખતે કપડા-કાંબળીઓને વરસાદ વરસાવવો; સાધુઓને ખાસ વંદન કરવા જાય, તે પ્રભાવના વિગેરે કંઇ કરવું જ જોઈએ; મંદિરમાં કેશર વાપરવું જ જોઈએ; મંદિરમાં પાટલા પેલા ઉજમણાંમાં મુકાય છે તેવા રંગેલા–ચિત્રવાળા રાખવા જોઈએ.
આવી સેંકડે રૂઢિ પ્રચલિત છે. હું એ જરૂર માનું છું
ર૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com