________________
ધર્મ અને રૂઢી. આ રૂઢી શા માટે પ્રચલિત થઈ ? કયારે થઇ ? હવે આવશ્યકતા છે કે કેમ ? એમાં પરિવર્તન થયું છે કે કેમ ? એમાં પરિવર્તન કરવાની જરૂર છે કે કેમ ? ઇત્યાદિ બાબતેને વિચાર બુદ્ધિમાનોએ અવશ્ય કરવો ઘટે. બેલિયેના રિવાજે, કે જે રિવાજે ધાર્મિક ક્રિયાની અંદર પણ પેસી ગયા છે, એની અંદર પણ આપણે કેટલે બધે ફર્ક જોઈએ છીએ ? કેઈ સ્થળે બલિના કંઇ ભાવ છે તો કોઈ સ્થળે કંઈ છે, કઈ સ્થળે ઉપજ કયાંય લઈ જવામાં આવે છે, તો કોઈ સ્થળે કયાંય લઈ જવાય છે. એજ બોલીમાં એક વખત તેલ બોલાતું હતું, તે અત્યારે ઘી બોલાય છે. એજ બેલી એક સ્થળે એક સમયે નહિં હતી, તો તેજ સ્થળે બીજા. સમયે પ્રચલિત થઈ. ધર્મમાં આવું બની શકે ખરું ? બલ્ક દીર્ઘ દષ્ટિથી વિચાર કરીએ તો ધર્મની ક્રિયાઓમાં પણ સમયે પિતાનો પ્રભાવ નાખી તેમાં કેટલુયે પરિવર્તન કરી નાખ્યું છે. પ્રતિક્રમણ-. દિની ક્રિયાઓ જે જે સમયે કરવાનું કહ્યું છે, એ જ પ્રમાણે-એજ સમયે આજે કેટલા કરે છે ? ઉત્તરાધ્યયન સૂત્રમાં પિરસી સમયે પાતરાની પ્રતિલેખના કરીને ગુરૂવંદન કરવાનું અને પછી વૈયાવચ્ચ. કે સ્વાધ્યાય એમાં શું કરવું, તે સંબંધી આજ્ઞા માગવાનું કહ્યું છે. અત્યારે એ વિધિ કેટલા સાધુઓમાં દેખાય છે ? નવ વાગ્યા પછી. કરવાનું ગુરૂવંદન શું પ્રાતઃકાળમાં નથી થતું? પ્રતિક્રમણમાં. કેટલાયે મુ પાછળથી નથી પ્રવેશ્યાં ? ભગવાનની થતી અંગ-. રચનાઓમાં થયેલું પરિવર્તન કોઈ નિહાળે છે કે ? અત્યારે ભગવાનની અંગરચનામાં કાટ, પાટલુન, જાકીટ વિગેરે બનવા લાગ્યાં.. ઘડીયાળો મૂકાવા લાગી ( હા, અંગ્રેજી ટોપી-પેટની ખામી રહી ગઈ. છે. ) તે પહેલાં બનતું હતું કે ? આ બધી રૂઢી–આ બધા. રિવાજે ઉપર શું વિચાર કરે નથી ઘટતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com