________________
ધર્મ અને રૂઢી. અને દરેક એ પ્રમાણે માનશે કે-એક અથવા બીજી રીતની રૂઢિયે દરેક સમાજમાં, દરેક દેશમાં અવશ્ય ચાલે છે, અને ચાલ્યા કરવાની. પરંતુ સવાલ માત્ર “ રૂઢી ” અને “ધમ ' ના ભેદને સમજવાનું છે. ઉપર બતાવી તે બધી રૂઢીઓ છે. નહિ કે “ધર્મ'. એ રૂઢીને “ધર્મ ” માનવાનું જ એ પરિણામ છે કે એ રૂઠી પ્રમાણે નહિ ચાલનારને આપણે “ધર્મ નાશક' સમજીએ છીએ. એક ગામમાં ઘેડિયા પારણા ઉપર ઢાંકવાના ૧૦ રૂમાલનું ઘી બોલતું હોય, પરંતુ કોઈ સાધુ કહે કે ૧૦ નું શું કામ છે ? ૮ રૂમાલનું ઘી બેલ્યા એ શું ઓછું છે ? તે ઝટ જવાબ મળશે. “ વાહ, અમારે ત્યાં અનાદિ કાળથી ૧૦ રૂમાલનું બોલાય છે. શું અમારા વડવાઓ મૂર્ખ હતા, કે ૧૦ રૂમાલનું બોલતા હશે ?” કેટલી સુંદર દલીલ ? જાણે કે દસ રૂમાલનું ઘી બોલવું એજ ધર્મ છે. અને એ ધર્મમાં આઘું પાછું કેમ થઈ શકે ? કઈ ગામમાં મુનિરાજ વ્યાખ્યાન વાંચવા બેસી જાય, અને ગૃહસ્થને ચંદરવો પંઠિયાં બાંધતા કે પાટલા ગોઠવતાં વાર લાગી જાય, તે તે ગૃહસ્થ ઝટ મહારાજને કહેશે-“ જરા થંભે સાહેબ, હજુ ચંદરવા પૂઠિયાં બંધાયા નથી. ” કદાચ મહારાજ એમ કહે કે “ કંઇ નહિં, ચંદરવા પૂઠિયાંનું શું કામ છે, તમે તમારે ઉપદેશ સાંભળીને !” તે ઝટ જવાબ મળશે-“ નહિં એમ ન થાય, ચંદરવા પૂઠિયા બાંધ્યા વિના વ્યાખ્યાન વંચાતુ હશે ? ” જાણે કે એમનાં ચંદરવા પૂઠિયાં પિતેજ વ્યાખ્યાન વાંચવાનાં ન હોય ! પાનાં હાથમાં રાખીને વ્યાખ્યાન વાંચવાને રિવાજ હોય, ત્યાં જે કંઈ સાધુ પાનાં રાખ્યા વિના વ્યાખ્યાન વાંચવા બેશે; તે તેની ઝટ નિંદા કરશે. “મહારાજે શાસ્ત્ર તે હાથમાં રાખ્યું હતું. કેણ જાણે શુંયે ઉસૂત્ર કહી ગયા હશે, તે ઉસૂત્ર ભાષવાથી અનંતા ભવ કરવા પડશે, એ શું મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com