________________
સમયને ઓળખે. કેઈથી ફેરફાર થઈ શકતો નથી. “ધર્મ” એ તો અવિચલ, અટલ, અબાધ્ય એક જુદી જ વસ્તુ છે. એટલે એમાં ફેરફાર નથી જ થ.
ધર્મ” અને “રૂઢિ” ના આ નિયમને સમજનાર કોઈ પણ વ્યકિત એમ કહેવાને સમર્થ ન થઈ શકે કે “રૂઢિ” માં–જૂની ચાલી આવતી “રૂઢિ” માં ફેરફાર ન થઈ શકે. રૂઢિ તે જૂની હેય કે નવી હેય, ઘરની હોય કે બહારની હાય, મંદિરની હોય કે ઉપાશ્રયની હોય, સંઘની હોય કે સમાજની હોય, ગમે તેની હોય તે રૂઢિ જ છે, અને તે સમાનુકૂળ–આવશ્યકતાનુસાર અવશ્ય ફરતી રહી છે અને ફરતી રહેવાની જ.
અતવ દરેક સમજુ વ્યકિતએ સમાજનું હિત સમજનાર નેતાઓએ, સંઘનું કલ્યાણ ઇચ્છનાર આગેવાનેએ, અને શાસનનું ભલું ચાહનાર આચાયદિ મુનિવરેએ રૂઢિના પૂજારી ન રહેતાં, આવશ્યકતાના પૂજારી, લાભાલાભના વિચારક થવું જોઈએ છે, અને તેમ થઈને જેનાથી વધારે લાભ થતો સંભવે, એવી રૂઢિયે રાખવા તરફ અને એવી રીતે ફેરફાર કરવા તરફ ધ્યાન આપવું જોઇએ છે. બસ, એટલું જ કહી આ લેખને સમાપ્ત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com