Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 285
________________ સમયને ઓળખે. સ્વરૂપ પકડે છે. બીજા શબ્દોમાં કહિએ તે આપણી વિવેક વિનાની ક્રિયાનું ખોખું બેખું માત્રજ આપણે નિહાળીએ છીએ; ત્યારે આપણને એ બેખા ઉપર પ્રેમ નથી રહેતું. આ સ્થિતિ ન કેવળ ધાર્મિક ક્રિયાઓ માટે છે. સામાજિક, વ્યાવહારિક ક્રિયાઓમાં પણ એ જ દશા છે. એવી ક્રિયાઓમાં એક મટે ફટકે એ પણ લાગે છે કે સામાજિક વ્યાવહારિક તે ક્રિયા કરવા છતાં વિવેકની ખામીને લીધે જગતમાં આપણે બેવકૂફ કહે-- વાઈએ છીએ. ઉન્હાળાની ઋતુમાં ગામડાને એક ગૃહસ્થ કે શહેરમાં મહેટ. ગૃહસ્થને ત્યાં મેમાન થઈને જાય. એ શહેરી ગૃહસ્થ ખૂબ ઠંડા પાણીથી સ્નાન કરાવે, અને શીખંડ પુરીનું ભજન કરાવે. ખસની. ટટ્ટીઓ બાંધે, પાણુના છંટકાવ કરે, અને વીજળીના પંખા ચલાવી. તેની ભક્તિ કરે. એ જ ગામના ગૃહસ્થને ત્યાં પેલા શહેરના શેઠ મેમાન થઈને જાય. શિયાળાની ઋતુ હોય, તે વખતે આ ગામડીઓ શેઠ શહેરવાળાએ કરેલી ભક્તિનું સ્મરણ કરી શીખંડ પૂરી બનાવે, ઠંડા પાણીએ સ્નાન કરાવે; અને પછી જમવાના સ્થાને પાણીને છંટકાવ કરી જમવા બેસાડી ઉપરથી શેઠના શરીર ઉપર પાણીથી ભીંજાવીને એક મોટો ટુવાલ ઓઢાડે અને પછી છોકરાના હાથમાં એક પંખે, કદાચ પંખ ન મળે તો સૂપડું આપી છોકરાને કહે કે શેઠ સાહેબ શહેરના રહેવાવાળા છે, વીજળીના પંખાથી પવન ખાવાવાળા છે, તું શેઠ જમે ત્યાં સુધી જરા હવા નાખ. છોકરે હવા નાખે અને એ ગામડી શેઠ, પિતાને ત્યાંનાં સાધના અભાવને પશ્ચાત્તાપ કરતે કહે કે “ શેઠ સાહેબ, હું તો ગામડાનો રહેવાસી છું. અમારે ત્યાં શહેરનાં કંઈ પણ સાધન નથી, હું આપની શી ભકિત કરૂં ? ” તે વખતે પેલો શહેરવાળા ૨૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310