Book Title: Samayne Olkho Part 01
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 296
________________ वर्द्धतां जैनशासनम् । ભળવાની ભૂલ કર્યા વિના રહેતા નથી. આવી જ રીતે જ્યાં લોભવૃત્તિઓ છે, જ્યાં ચાવવાના અને બતાવવાના જુદાં જુદા છે, ખુશામદ પ્રિયતા છે, જ્યાં દષ્ટિરાગ છે, ત્યાં સાચી શાસનસેવા કેમ થઈ શકે ? ખરી વાત તે એ છે કે જે જે રૂઢીઓ આ સમયને માટે અનુકૂળ નથી, જે જે રીતરિવાજેથી આજે સમાજનાં–શાસનનાં જુદાં જુદાં અંગે સળી રહ્યાં છે, એ રૂઢિને—એ રીતરિવાજોને ખરા દિલથી નાબૂદ કરનારી અને કરાવનારી એક સાચી શાસન શુભેચ્છક ટોળીયે બહાર આવવાની જરૂર છે. પદવીયો કે પોતાની વાહવાહની લાલચમાં ન ફસાતાં, દક્ષિણ્ય કે ભય ન રાખતાં, જતિ કે સમાજની પરવા ન કરતાં, શાસ્ત્ર અને સમય બનેના નિરીક્ષણથી જે કંઇ સત્ય તત્વ લાગે; તે અનુસાર કાર્ય કરનાર અને ઉપદેશ કરનાર ઉપદેશકેએ બહાર આવવાની જરૂર છે. વર્તતાં જૈનાતનમ્ એ વાકય ત્યારે જ સફળ થશે કે-જ્યારે શાસનમાં ઉપર કહ્યા તેવા સુભટો બહાર આવશે. જ્યાં કંઇ અંધાધુંધી હય, જ્યાં કયાંય પિલ હોય, જ્યાં કયાંય દાંભિકતા હય, જ્યાં કયાંય સેતાનીયત હેય, એ બધું પ્રકટમાં લાવી જગતની સમક્ષ સાચે આદર્શ ખડે કરવાની જરૂર છે. આજે વેષ કે નામની પાછળ હજારે ભોળાઓ પિતાના જીવનનેને પાયમાલ કરી રહ્યા છે, આજે હજારે ગૃહસ્થ, માત્ર વાચાલતાને ભોગ થઈ ધર્મના નામે ધમાલો કરી રહ્યા છે. છે કેઈ સાવધાન કરનાર ! છે કઈ જગાડનાર ! છે કોઈ સત્ય તત્ત્વનું ભાન કરાવનાર ! નીકળશે, જરૂર નીકળશે, સમય પિતાની મેળે શીખવશે! પચીસા વર્ષ પહેલાંની અંધશ્રદ્ધા આજ નથી રહી. હજુ વહાણું વાયું છે. પ્રભાતને સમય છે. જરા સત્ય સૂર્યનાં કિરણો બહાર ફૂટવા દો, વખત સૌને જણાવશે કે અમારું કર્તવ્ય શું છે ! જે હજાર રૂપિયા અમે માત્ર વાહવાહના કાર્યમાં ખરચીએ છીએ, તેજ હજારેના વ્યયથી તે સેંકડો કુટુંબ 18 ર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310