________________
સમયને ઓળખે. પાસે દોડી જવાય, કે જેઓને હમેશાં ઉતારી પાડવામાં આવતા હોય જેઓના દાનની નિંદા કરાતી હોય, જેઓને જૂના ઢરા કહેવાતા હોય, એ પણ એક સમયનીજ બલિહારીજ કહેવાયને ! જેવી રીતે વ્યાપારી લેકે વ્યાપાર રોજગારમાં દ્રવ્ય પેદા કરે છે, તેવી રીતે આપણા કરશાસીયા પણ પિતપોતાના ધંધાઓમાં દ્રવ્ય મેળવે છે, પરન્તુ આપણે જોઈએ છીએ કે જેટલા વ્યાપારી ગૃહસ્થો–જેએને સુધારકે “જૂના’ કહે છે, તેઓ તરફથી સામાજિક કે ધાર્મિક કાર્યોમાં સખાવતે થાય છે, તેવી એ તરશાસ્ત્રીઓ તરફથી થતી જોવામાં આવે છે કે? મને લાગે છે કે આનું કારણ નવા જમાનાની નવી ખૂબીજ છે. ત્યાગની વાત કરવી, પણ ત્યાગ છાયે કરવો નહિ, દાનની ફિલોસોફી સમજાવવી, પણ દાનથી દસકોશ દુર રહેવું, ચારિત્રની ઉત્કૃષ્ટતાઓ બતાવવી અને ચારિત્ર લેવાની ભાવના સરખીયે કરવી નહિ. દેશદ્વારની વાતો કરવી, પણ દેશદ્વારમાં શક્તિ અનુસારે ફાળો ન આપવો, આ બધી આ જમાનાની ખૂબીઓ છે ? નહિ, મને તે લાગે છે કે જેનસમાજના કહેવાતા નવાઓની આ નવાઈઓ છે.
ટૂંકમાં કહું તે-જૂનાઓ જૂની દૃષ્ટિએ પણ કંઇક કરે છે, જ્યારે નવાઓ નવી દષ્ટિએ વાત કરે છે, ભાષણો કરે છે. લેખો લખે છે.
પરતું તેટલું માત્ર કર્યાથી કંઈ કાર્યસિદ્ધિ થાય ખરી કે ? ભાઈએ, જરા જૂઓ તે ખરા કે આર્ય સમાજમાં કેટલા આત્મમોગી નીકળ્યા ? પોતાના સર્વસ્વને ભાગ આપી તે પોતાના સમાજને માટે કેટલાઓએ ફકીરી લીધી છે ? જે એવા આત્મભોગી પુરૂષે નીકળ્યા ન હત, અને આપણી માફક માત્ર વાત કરવામાં અને બીજાઓ ઉપર આક્ષેપ કરવામાં આનંદ માની રહ્યા હતા અથવા પોતાની સ્વાર્થપરાયણતામાંજ મશગુલ રહ્યા હત; તે કાલ
૨૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com