________________
સમયને ઓળખે.
ભાવને ઓળખ જોઈએ. “ આપણું જૂનાઓ અઢળક દ્રવ્ય ખરચે છે, પરંતુ નિરર્થક જાય છે, પરિણામમાં શૂન્ય આવે છે.” “ સાધુઓમાં કેળવાયેલ વર્ગ છે નહિં ” “ આપણા સાધુઓ કંઇ કામ કરતા નથી. ” “ મુનિરાજે લકીરના ફકીર થઈને કરે છે. ” “ગૃહસ્થની દાક્ષિણતામાં રહે છે. ” “ આપણી સંસ્થાઓમાં કાર્ય કરનાર કોઈ છે નહિં. ” “ ફલાણું સંસ્થા આટલાં વર્ષોથી ચાલે છે, પરંતુ શું ફળ મળ્યું. ” “શેઠીયાઓ વ્યાખ્યાનમાં આવે છે. તે બીજાઓને ગંદી ગંદીને આગળ આવીને બેસે છે, એ કેટલો અન્યાય કરે છે.” “શું ઉપાશ્રયમાં જઈએ, કઈ આજકાલની રેશનીને-વીસમી સદીને સમજનારા સાધુઓ તે આવતા નથી. ”
હવે તે જૈનધર્મને સંકુચિતતામાંથી બહાર કાઢવો જોઈએ.” કોઈપણ દેશ કે સમાજને માણસ જૈનધર્મ પાળી શકે. અને જેઓ જૈનધર્મ પાળતા હોય તેને સમાજે અપનાવવાની જરૂર છે. તેની સાથે તમામ પ્રકારને વ્યવહાર છૂટો કરવો જોઈએ. ”
વિગેરે વિગેરે વિચારે અમારા નવાઓના સંસ્કારી-સુધરેલાં, ભેજમાંથી નીકળે છે. હું આ વિચારની સાથે બિલકુલ સહમત છું, આવાજ વિચારેની આ સમયમાં આવશ્યકતા સમજું છું. પરંતુ તેની સાથેજ સાથે એ નવાઓમાં પણ જે કંઈ ખામી છે, તે તેમણે ધ્યાનમાં લેવી ઘટે છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે વિચારે માત્રથી કંઇ કાર્યસિદ્ધિ થતી નથી. સુધરેલા વિચારે ધારણ કરવા, જૂનાઓને ઉતારી પાડવા, સાધુઓ ઉપર આક્ષેપ કરવા, એટલા માત્રથી સમાજ ઉન્નતિ કે શાસનની પ્રભાવના થાય, એ માનવું ભૂલ ભરેલું છે. હું પૂછું છું કે સમય ઓળખીને કામ કરવાની ઉષણ કરનારા નવાઓએ ચેકસ. આપવાદિક વ્યક્તિ સિવાય કેટલાઓએ કાર્ય કરી બતાવ્યું, એ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com