________________
જૂના અને નવા.
અત્યારે સ્થાપન થએલી સમાજ આજે લાખોની સંખ્યામાં હયાતિ ભોગવત ખરી કે? જે આપણી માફક એ સમાજના કેળવાયલા
એ સ્વાર્થ ત્યાગ કરીને પોતાની સંસ્થાઓની લગામ હાથમાં ન લીધી હત તે આજે સંખ્યાબંધ ગુરૂકુળો, કેટલીયે કેલેજે, હાઈસ્કુલે અને બીજી સ્કુલો જેવા પામત ખરા કે ? યાદ રાખજે, સ્વાર્થ ત્યાગ કર્યા વિના સિદ્ધિ થતી નથી. પગ પર કુહાડે લીધા વિના બીજાઓ ઉપર અસર થતી નથી. સ્વયં આચરણ કર્યા વિના આપણી શીખામણ કઈ માનતું નથી. માટે નીકળે, બહાર આવે, સમાજને કેળવાયેલાઓની ઘણું જરૂર છે. સાધુ-સમુદાયમાં કેળવાયેલાઓની જરૂર છે. સંસ્થાઓમાં કેળવાયલાઓની જરૂર છે. તીર્થોની રક્ષાઓમાં કેળવાયલાઓની જરૂર છે. સમાજના સુધારાઓમાં કેળવાયલાઓ જોઈએ, પેઢીઓમાં જોઈએ, સભાઓમાં જોઈએ અને સેસાઈટીમાં જોઈએ. નીકળે, બહાર આવે, સ્વાર્થને ત્યાગ કરે. શાસનની સાચી દાઝ હોય તે ભય કે લજ્જા, દાક્ષિણ્ય કે શરમ રાખ્યા સિવાય બહાર આવો અને તમારી કેળવણીનેસાચી કેળવણીને-સાચી સુધારકતાને લાભ આપે.
આવી જ રીતે જેએને જૂના વિચારના કહેવામાં આવે છે, તેમણે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઓળખવાની જરૂર છે. જે તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઓળખતા થાય, અને નવાઓ માત્ર બાલવા કે લખવા પૂરતાજ ન રહેતાં સ્વાર્થ–ત્યાગી થઈ બહાર આવે, તો નવા-જૂનાને સહકાર, જરૂર જૈનસમાજને માટે એક સુંદર સહકારહલ-આમ્રફળ આપી શકે. શાસનદેવ સર્વને સદબુદ્ધિ આપે, એટલુંજ પછી વિરમું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com