________________
સમયને ઓળખો.
થઈ સુખી થયાં? કેટલી વિધવાઓ સચ્ચરિત્રતાપૂર્વક સુખમય જીવન વ્યતીત કરનારી થઈ ? જો એમાંનું કઈ નથી થયું તે પછી અમારી પદવી-અમારા સંઘો-અમારાં ઉજમણાં-અમારાં ઉપધાનેઅમારી દીક્ષાઓ માટેની ધમાલે જૈનશાસનને વધારનારી છે, એ શા ઉપરથી કહી શકાય ?
હા, વધ્યું જરૂર છે. નહિં ક્લેશ હતા ત્યાં લેશે, નહિં સિાથલતાઓ હતી ત્યાં શિથિલતાઓ, નહિ વિચાર પરતંત્રતાઓ હતી ત્યાં વિચાર પરતંત્રતાઓ, નહિં ગુલામી હતી ત્યાં ગુલામીએ, નહિં કેટેમાં કેશો હતા ત્યાં કેશ, નહિ સાધુને માર હતા ત્યાં માર, નહિં અત્યાચાર હતા. ત્યાં અત્યાચાર, નહિં પદવીને નિશો હતા ત્યાં નિશે, નહિં ગોટાળા હતા ત્યાં ગોટાળા-એ બધું જરૂર વધ્યું છે, અને એ વધવા છતાં પણ પિતાને “ શાસનના રક્ષકો ” અને બીજાને “ શાસનના ભક્ષકો ” ગણવામાં આવે છે, એ એક વિશેષતા છે.
જૈન સમાજની કમનસીબીનું જ એ કારણ છે કે–અત્યારે ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સમજવામાં આવી રહ્યો છે.. ટૂંકમાં કહીએ તે અત્યારે બધી રીતે ઉલટું ચક્ર ચાલી રહ્યું છે. જે યુવકે પિતાને સુધારકે તરીકે ઓળખાવે છે અને સમયને ઓળખીને કાર્યો કરવાની હિમાયત કરે છે, તેજ યુવકે સમય આવે દષ્ટિરાગમાં પડી પોતાના ઉદેશ ઉપર છીણી મૂકતાં વાર લગાડતા નથી. જે ડાહ્યાઓ પિતાને ડહાપણનાં ખાં સમજે છે, તેઓ સમય આવે પિતાના ડહાપણ ઉપર પાણી ફેરવ્યા વિના રહેતા નથી. જે મહાત્માઓ પોતાને સ્વતંત્ર વિચારક, નિડર અને બાહ્ય ઉપાધિઓથી નિરાળા. રહેવામાં જ પિતાનું ગૌરવ સમજનારા છે, તે સમય આવે. વાણિયાઓની ખુશામતથી લોભાઈ ઉપાધિયોને વહેરી બુ મેળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com