________________
(૩૪) વિવેક વિનાની ક્રિયાઓ.
અરી રીતે જોવા જઈએ તે વિવેક એ કોઈ પણ ક્રિયામાં
ગુપ્ત રહેલે આત્મા છે. આત્મા વિનાનું-ચતન્ય વિનાનું પુગલ પુદગલમાત્ર છે—નકામું છે, તેવી જ રીતે ધાર્મિક કે સામાજિક કોઈ પણ ક્રિયા જે વિવેક પુરસ્સર નથી કરાતી, વિચારયુક્ત નથી કરાતી, તે તે ક્રિયા નિરર્થક પ્રાયઃ દેખાય છે. બાહ્ય દેખાવમાં જરૂર આપણને એમ લાગે છે કે આ ક્રિયા કરી, પરંતુ વસ્તુતઃ એ ક્રિયાના આનંદને જે સ્પર્શ આપણા હૃદય સાથે જોઈએ, તે થતા નથી. અને તેથી તે ક્રિયા શુષ્ક સરખી દેખાતાં દેખાતાં લાંબા કાળે તે ક્રિયા ઉપર અરૂચિ પણ કદાચ ઉત્પન્ન થાય છે. અને આપણી એ અરૂચિ તેથી વધારે લાંબો કાળ જતાં એક પ્રકારની નાસ્તિકતાનું
રદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com