________________
ધર્મ અને રૂઢી. જાતિ રૂઢિથી ઘેરાયેલી છે. કોઈ પણ દેશ, કોઈ પણ જાતિ, કોઈ પણ સમાજનાં બંધારણ ઉપર દષ્ટિપાત કરે, જુદી જુદી જાતની રૂઢિયો દૃષ્ટિગોચર થશે. ગામ ગામની રૂઢિયમાં ફેરફાર, એકજ ગામની જુદી જુદી કેમની રૂઢિયમાં ફેરફાર. એકજ કુટુંબનાં જુદાં જુદાં ઘરના રિવાજોમાં ફેરફાર ! અરે ! એકજ ઘરના દસ પાંચ માણતેમાં પણ પ્રકૃતિ-ભિન્નતા પ્રમાણે જુદા જુદા રિવાજે.
આ રિવાજે-આ રૂઢિનું ઐકય મનુષ્યજાતિ તે દુર રહી, ઈશ્વર પણ કરી શકે તેમ છે ? કદાપિ નહિં. જ્યાં મનુષ્ય પ્રકૃતિમાં ભિન્નતા છે, ત્યાં રિવાજોનું-રૂઢિનું ઐકય સંભવીજ કેમ શકે? આવી રૂઢિ તે રૂઢિ જ છે. મનુષ્ય સમાજ પોત પોતાની આવશ્યકતા અને અભિરૂચિ પ્રમાણે રિવાજો પાડી લે છે. પાડી શું લે છે, કુદરતના નિયમ પ્રમાણે એવા રિવાજો પડી જ જાય છે. વળી પાછા સમયે તેજ રિવાજો દૂર થાય છે, અને તેની એક નવીજ સૃષ્ટિ સરજાય છે. આમ અનાદિ કાળથી થતું જ આવ્યું છે. એટલે એમ કહેવાને કોઈ પણ માણસ દાવો કરી શકે તેમ નથી કે–રૂઢિમાં ફેરફાર ન જ થઈ શકે. આપણી આંખો આગળ હજાર રૂઢિ દેખાય છે, પણ તેમાં સમયે સમયે જુદાં જુદાં રૂપ-પરિવર્તન થતાંજ રહે છે. બકે ઘણી તે સર્વથા અદશ્ય થઈ જાય છે. કુદરતને આ કાયદે ન કેવળ સામાજિક, દૈશિક, કૌટુમ્બિક રૂઢિ ઉપર જ લાગુ પડે છે, બલ્ક ધાર્મિક રૂઢિયે પણ હમેશાં કુદરતના એ નિયમને આધીન જ રહે છે. કારણ એટલું જ છે કે–રૂઢિ એ ધર્મ નથી. રૂઢિ એ તે સમાજ, દેશ, કુટુંબ કે ગમે તેણે પણ બાંધેલ એક નિયમ છે. બાંધેલ જ નહિ, માનેલો કે ચાલુ થયેલે પણ તે નિયમ હેાય છે.
હા, પહેલાં અનેકવાર કહેવાયું છે તેમ “ધર્મ” એમાં લગારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com