________________
ધર્મ અને રૂહી. ભગવે છે. અને ધીરે ધીરે એક બીજાના દેખાદેખી પ્રવિણ થએલી છે. દાખલા તરીકે
સુપન ઉતારવાં અને ઘેડિયાપારણું ઝુલાવવું. કેણ કહી શકે કે, આ રિવાજ રૂઠી નથી ? રિવાજ કે રૂઢી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કલ્પસૂત્ર શ્રીસંઘ સમક્ષ નહિ વંચાતું હતું, ત્યારે શું સાધુએ સ્વપ્ન ઉતારતા હતા ? ત્યારે કબૂલ કરવું જ જોઈએ કે આ રિવાજ એક્કસ વર્ષો પહેલાંથી જ પડેલો છે, ધીરે ધીરે આ રિવાજમાં કેટલું બધું પરિવર્તન થયું ? સુપન તો ઉતરે તે ઉતરે પરંતુ તેના ઉપર માળાઓનું યે ઘી બોલાય. માળાને પણ ચક્કસ નિયમ તે નહિંજ, કેઇ વખત અને કોઈ સ્થળે એક બે પાંચ પણ ચઢાવાય, અને દરેક વાર ઘી બેલાય. ભગવાનનાં ઘેડિયાં પારણા માટે પણ કેટલીક વાર ઘી ? જે જે ગામના સંધની મરજીમાં જેટલી વાર આવે એટલી વાર; એને કંઇ નિયમ જ નહિં.
કહેવાની મતલબ એટલીજ છે કે આ રિવાજે, આપણી આવશ્યકતાની પૂર્તિ માટેનાં અથવા તે કહે કે એક પ્રકારનાં લેભનાં સાધન છે. એને “ધર્મ' કાણુ કહી શકે ?
આવા રિવાજે એક બે નહિં, અનેક છે, અને તે દરેકને ઉંડા ઉતરીને વિચાર કરીએ તો, એને સંબંધ :ધર્મથી હજારે કેશ દૂર છે.
કલ્પસૂત્ર મુનિરાજનું, એમની પાસેથી લીધું અને સભામાં તેજ ક૫ત્ર મુનિરાજને વહેરાવવા ઘી બેલાય, પ્રતિક્રમણનાં સૂત્રે કોઈને અશુદ્ધજ કેમ ન આવડતાં હેય, પરંતુ જે વધારે ઘી બોલ્યો એજ ગડબડ અધ્યાય ચલાવે રાખે, સંવત્સરી પ્રતિક્રમણ કરવાં ઉપાશ્રયે જાય, એટલે એની પાસેથી–ઉપાશ્રયના ભાડા તરીકે કંઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com