________________
સમયને ઓળખે.
વિગેરે. પાકી રસેઇમાં ભાતદાળની ગણતરી નહિં. મતલબ કે તળેલી અથવા ચૂલા ઉપર તવામાં ઘીથી પકવેલી રેટલી–ટીકડા, એ પાકી રસોઈ છે. કહેવાની કંઈ જરૂર નથી કે પાકી રસોઈ પણ બને છે તે લેટ અને પાણીથી જ, પરંતુ જેઓ પાકી અને કાચીને ભેદ સમજે છે, તેઓની માન્યતા એ છે કે પાકી રસઈ નોકર-ચાકરના હાથની બનાવેલી હોય તે પણ ખાઈ શકાય, અને ગમે તેની સાથે બેસીને ખાઈ શકાય. જ્યારે કાચી અથત દાળ-ભાત-રોટલી-શાક વિગેરે ખાસ બ્રાહ્મણ કે પિતાની જ્ઞાતિના મનુષ્ય બનાવેલી હોય તેજ ખપી શકે. પૂર્વદેશના એસવાલમાં પાકી રસોઈ ( ટીકડાપૂરી-શાક-વિગેરે ) ઘણે ભાગે સાંજે થાય છે અને તે રસોઈ ઘરનો કહાર-નોકર બનાવે છે. કહાર એટલે ગુજરાતને ભાઈ, ભાઈ એટલે માછીમાર, આ કહારની જ્ઞાતિમાં માંસાહાર અને દારૂનો રિવાજ અવશ્ય છે. ગુજરાતના લેકે આવા કારેને હલકા સમજે છે, જ્યારે પૂર્વ દેશના લેકે પિતાની માનેલી પાકી રસેઇ, આ કહાના હાથથી બનાવરાવીને ખાય છે ! આ દેશિક રૂઢિ નહિ તે બીજું શું છે ? આવા રિવાજોમાં શું સમયે સમયે પરિવર્તન નથી થતું? કોઈ પૂર્વદેશીય મનુષ્ય કાચી-પાકીના ભેદને ન ગણી એવા કહાના હાથે રાઈ ન બનાવરાવે, તો શું તે જ્ઞાતિબહાર થાય ?
એકલા ગુજરાતમાં પણ કયાં આવી રૂઢિમાં ભેદભાવ નથી ? કેટલાંક ગામોમાં ભોજનાદિ પ્રસંગે કણબીને અલગ બેસાડવામાં આવે છે, જ્યારે કેટલાંક ગામમાં કણબી ખાસ રસોયા તરીકે કામ કરે છે, એટલું જ નહિ પરંતુ કણબીને અલગ બેસાડવાવાળા જ્યારે તે ગામમાં જાય છે, ત્યારે તે જ કણબીના હાથની રસોઈ ખાઈ આવે છે. કણબીની વાત તે દૂર રાખીએ, ગુજરાતમાં વાર તહેવારના દિવસે હજામને દૂરથી ખાવાનું આપવાનો રિવાજ છે. જ્યારે માર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com