________________
ધર્મ અને રૂટી.
( ૩ ) ધર્મ ” અને “રૂઢિ” ની ભિન્નતા ગયા બે અકામાં આપણે જોઈ છે, એમાં અનેક ઉદાહરણોથી સ્પષ્ટ જેવાયું છે કે
ધર્મ ' જુદી વસ્તુ છે. અને “રૂઢિ ' જુદી, ધાર્મિક રીતરિવાજેમાં “રૂઢિ ” એ કેવું સ્વરૂપ લીધું છે એ પણ જેવાઈ ગયું.
રૂઢિ ' ની અસર ન કેવળ અમુક દેશ કે અમુક જાતિમાં જ પ્રવેશ કરી ગઈ છે, બલ્ક-દુનિયાને કોઇપણ દેશ એ નહિ હોય. કે જ્યાં એક અથવા બીજા આકારમાં “ રૂઢીઓ ' ન ચાલતી હોય, એ બધીએ રૂઢીઓ બધા દેશને માટે માન્ય હોય એમ નથી હોતું; દાખલા તરીકે
પૂર્વ દેશમાં (ખાસ કરીને બનારસમાં ) ધોબીને અસ્પૃશ્ય તરીકે માનવામાં આવે છે. જોયેલાં કપડાં ઉપર પણ છાંટ નાખીને બેબી પાસેથી લેવામાં આવે છે. ગુજરાત કાઠિયાવાડમાં ઘેબીને. અડવામાં કંઈ૫ણ આભડછેટ સમજાતી નથી. બનારસમાં ગધેડાને ન અડકી શકાય, જ્યારે ગુજરાત કાઠિયાવાડમાં તેમ નથી. આને કોઈ ધર્મ કહેશે કે ? એ તે રૂઢિ જ. એક દેશમાં કંઇ રિવાજ, બીજા દેશમાં કંઈ.
આ ઉપરાંત રૂઢિની અસર ખાનપાનના વ્યવહારમાં પણ કેવી વિચિત્ર થએલી છે, એ પણ જાણવું જોઈએ.
મારવાડ, મેવાડ અને પૂર્વ–બધે બે પ્રકારની રસોઈ થાય છે, એક કાચી અને એક પાકી, કાચીની મતલબ કેઈએ “રાંધ્યા વિનાની ” ન સમજવી. કાચી રસમાં એટલે ઘળ-ભાત-શાક-રોટલીકદી વિગેરે. પાકી એટલે પરેઠ ( ટીકડા ) ઢેબરાં, પૂરી અને શાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com