________________
ધર્મ અને રૂઢી.
( ૩ ). “ધર્મ' અને રૂઢી’ આ બેને ભેદ આપણે ગત લેખમાં જઈ ગયા, અને એ ઉપરથી સ્પષ્ટ જોવાયું છે કે “ધર્મ' એ આત્માની સાથે સંબંધ રાખનારી વસ્તુ છે, જ્યારે “રૂઢી” એ રિવાજ છે. આ રિવાજોમાં તે કેટલાક સમૂલ હોય છે તે કેટલાક નિમૂલ હોય છે. પરંતુ આ રિવાજોને સંબંધ સમાજની સાથે રહેલો હોવાથી અર્થાત સમાજ દ્વારા એની ઉત્પત્તિ થએલ હોવાથી એમાં ફેરફાર કે સર્વથા બહિષ્કાર એને થઈ શકે છે. અનાદિકાલના ચોકમાં આવી કરડે રૂઢિ ઉત્પન્ન થઈ અને અદશ્ય થઈ. જે રિવાજો-ઢિય પણ જેમની તેમ-જરા પણ ફેરફાર થયા સિવાય ચાલી આવતી હત, તે આજે એક પણ સમાજંને ઉભા રહેવાનું કે વિચારવા માત્રનું પણ સ્થાન ન રહ્યું હત; પરન્તુ એ રૂઢિ કાયમને માટે રહીજ કેમ શકે ? કુદરતથીજ એ ખિલાફ વાત છે. રૂઠીની વાત તો દૂર રહી. ભગવાનના બતાવેલ આમમાર્ગમાં પણ આવશ્યકતાનુસાર ધુરંધર આચાર્યોએ અને સંઘએ ફેરફાર કર્યા છે, તે પછી રૂઢિની તો વાત જ શી કહેવી ? સાધુને કપડાં “ ન ધોવાં, ન રંગવાં એવી ખુલ્લી પ્રભુ આજ્ઞા હેવા છતાં આવશ્યક્તા જણાતાં રંગવા અને જોવા માટે બાધ્ય થવું પડ્યું કે નહિ? પંચમીની સંવત્સરી હમેશાંથી ચાલી આવતી હોવા છતાં એથની પ્રચલિત થઈ કે નહિં? આવી આગમક્ત-પ્રભુ આજ્ઞાની બાબતમાં પણ ફેરફાર થયા અને થાય છે, તો પછી આપણીજ ચલાવેલી રૂઢિમાં ફેરફાર કરીએતેને દૂર કરીએ તે તેમાં ખોટું શું? હા, ત્રિકાલાવચ્છેદન અચળ અવિચ્છિન્ન કઈ વસ્તુ રહી છે અને રહેશે, તે તે ધર્મ છે. ધર્મ અને રૂઢિ'માં એજ મેટું અંતર છે. એક અમર છે, તે બીજી મૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com