________________
સમયને ઓળખે.
રૂપ આપ્યું છે તે જ છે. આપણે સમજીએ છીએ કે “ આ “રૂઢી” નહિ પણ “ધર્મ' છે, એમાં કેમ ફેરફાર કેમ થઈ શકે ? પરતુ જસ ઇતિહાસને તે તપાસો. એવી તે કેટલીયે રૂઢિ કાળના વિશાળ ઉદરમાં સમાઈ ગઈ ? એવી તે હજારે રૂઢિઓએ હજારે જન્માતરે કરી લીધા? અને વર્તમાનમાં ! વર્તમાનમાં પણ કયાં ઓછી રૂઢિયે બદલાઈ રહી છે? આપણું ને આગળથી પણ કયાં ઓછી રૂઢિયે અદશ્ય થઈ છે ? અરે આપણા હાથે પણ નિત્ય ઉત્પાદવ્યય-ધ્રૌવ્યની ક્રિયાઓ થઈ રહી છે. તેમ છતાં “ રૂઢિમાં ફેરફાર થઈ ન શકે,” એમ બોલવું અને માનવું, એ અજ્ઞાનતા નહિ તે બીજું શું છે?
હવે આપણે એ જોઈશું કે કઈ કઈ ઢિમાં કેવી કેવી રીતે ફેરફારો થયા છે. અથવા કઇ રૂઠિયાને આપણે ધર્મનું રૂપ આપી જેમની તેમ ચલાવી રહ્યા છીએ. તેમ એવી રૂઢિમાં ફેરફાર કરનારાઓને આપણે “અધમ” “નાસ્તિક” “ધર્મ નાશક' કહીએ છીએ, તે કયાં સુધી ઠીક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com