________________
સમયને ઓળખે. એને ધર્મથી વિમુખ કહે, અથવા નાસ્તિક કહે, એ ડાહ્યા પુરૂષને તે ન શોભે, અને એટલા માટે જ તે નીતિકારે વારંવાર એ છે કે
केवलं शास्त्रमाश्रित्य न कर्त्तव्यो विनिर्णयः । युक्तिहीनविचारे तु धर्महानिः प्रजायते ॥
કેવળ શાસ્ત્રને આશ્રય લઈને કોઈ પણ વિષયને નિર્ણય નહિ કરવું જોઈએ. કેમકે યુકિત વિનાના વિચારથી ધમની હાનિ થાય છે.
કેઈપણ શાસ્ત્રના અભ્યાસમાં બુદ્ધિને ઉપગ અવય કરવો જોઈએ, આ વસ્તુ શા માટે કહેવામાં આવી છે ? ક્યા સમયને માટે કહી છે? ગ્રંથ કયા સમયનો બનેલું છે ? તે વખતના રિવાજને અનુસરીને આ કહેવામાં આવ્યું છે કે-અનાદિ અંતકાળને માટે એ કહ્યું છે? એના કથન કરનાર એક પ્રમાણિક ગ્રંથકાર હતા કે કેમ ? ઇત્યાદિ અનેક બાબતોનો વિચાર કરવો જોઈએ. નહિ કે માત્ર એક ગ્રંથમાં લખેલું દેખ્યું, એટલે ઝટ એને આગમ વાકય કે વેદવાક્ય માની લીધું. કોઈ પણ બાબત ઉપર આવી શોધખોળ કે વિચારે નહિ કરવાનું જ એ પરિણામ છે કે એ વસ્તુ ઉપર જરા પણ શંકા કરનારને આપણે યુક્તિપૂર્વક સમજાવવાના બદલામાં એકદમ તેને “નાસ્તિક ” ના ટાઈટલથી વિભૂષિત કરીએ છીએ. ખરી રીતે આવા સંબંધમાં “નાસ્તિક’ આપણે છીએ. કારણ કે ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવે, તે સ્પષ્ટ સમજાશે કે આપણી * તિજોરી તળીયા ઝાટક' છે. આપણે દલીલેમાં દેવાળું ફૂંકી બેઠા છીએ. અએવ કેવળ શાસ્ત્રમાં લખ્યું છે. માટે તેજ લકીર ઉપર ચાલવું જ જોઈએ, એવું માનીએ છીએ. બકે ખરી રીતે તપાસીએ તે ઉપરના શ્લોકમાં કહ્યું છે તેમ, એકલા શાસ્ત્રના ઓઠા નીચે ધપાવે
૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com