________________
ધર્મ અને રૂઢી. નથી. આવી રૂઢિામાં કેટલીક સમૂલ હોય છે, તે કેટલીક નિમૅલ પણ હોય છે. સમૂલ રૂઢિો એ છે કે જે રૂઢિનું સમાજે સંધેસમુદાયે એકત્રિત થઈને નિર્માણ કર્યું હોય છે. અને નિર્મુલ રૂઢિ એ છે કે મેં પણ જાતના બંધારણ વિના જ જેની ઉત્પત્તિ થઈ હોય છે. આવી નિમૂલ રૂઢિ તરફ તે કોઇને કંઇ પણ ખ્યાલ હેતે જ નથી. દેખાદેખી કે ગમે તે કારણે આવી ઢિયે ચાલી નીકળે છે, પરતુ જે રૂઢિ સમૂલ છે એટલે કે સમાજે સમયનું નિરીક્ષણ કરીને આવશ્યકતા પ્રમાણે જે રૂઢિ કાયમ કરી હોય છે, એવી રૂઢિયા સમાજની પ્રત્યેક વ્યક્તિને માટે માન્ય જરૂર હોય છે, અને હાવી જોઈએ. અને આવી રૂઢિને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયેલ હોય છે. પરતુ શાસ્ત્રોમાં ઉલ્લેખ થવાથી તે “ રૂદિ મટીને “ ધર્મ' નથી થઇ જતા. આવી શાસ્ત્રોમાં ઉલ્લેખાઈ ગયેલી, રૂઢિયામાં પણ ફેરફાર અવય કરી શકાય છે, કારણ કે આ રૂઢિ જે જે સમયમાં જેવી જેવી ચાલતી હોય છે, તે તે સમયના ગ્રંથમાં તે પ્રમાણે આલેખાયેલી હોય છે. પરંતુ જે તેજ રૂઢિ બીજા સમયને માટે ઉપયોગી ન હૈય–અથવા એનાથી સમાજને કે ધર્મને કંઇ હાનિ પહોંચતી હોય તે એવી રૂઢિને બંધ કરવી, કે એનું રૂપાન્તર કરવું; એમાં જરા પણ અયોગ્ય નથી. કારણ કે-એ રૂઢિયે તે તે સમયની આવશ્યકતાની પૂર્તિ માટે સમાજે નિર્માણ કરેલી હોય છે, અને અત્યારના સમયને અનુસરીને અત્યારના સમાજ તેને બદલી પણ શકે છે. જે વસ્તુનું નિર્માણ સમાજે કર્યું છે, એ વસ્તુને ફેરફાર સમાજ કરવાને અધિકારી હોય એમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી.
આ વિચાર બુદ્ધિમાનેએ જરૂર કરવો ઘટે. કેવળ કોઇ વાત શાસ્ત્રમાં લખી, એટલે તેજ પ્રમાણે જે ન કરે અથવા ન બેલે.
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com