________________
ધર્મ અને રૂઢી. બકે ઘણે ભાગે તે એમજ જેવાઈ રહ્યું છે કે “ધર્મ' જેવી વસ્તુ તરફ તે ઘણા ઓછાજ ધ્યાન આપે છે. અને “ રૂઢી એજ પરમારાધ્યા દેવી થઈ પડી છે, આ “ રૂઢી ' ના જન્માક્તરે પ્રતિદિન થઇ રહ્યાં છે; છતાં “ રૂઢી ' એજ “ ધર્મ' છે.” “ રૂઢીમાં ફેરફાર થઇ જ શકે નહિ” એમ માનવામાં આવે છે. આનું ખરું કારણ તે મને એજ લાગે છે કે આપણે “ધમ 'એ શી વસ્તુ છે, એને બરાબર સમજ્યા જ નથી અને બીજું કારણ એ પણ છે કે આપણે કેવળ શાસ્ત્રની પંક્તિયો ઉપરજ દારમદાર કરી બેઠા છીએ.
બારીક દૃષ્ટિથી વિચારીએ તે “ ધર્મ ' એ આત્માની સાથે સંબંધ ધરાવનાર વસ્તુ છે અને તેટલાજ માટે “ ધર્મ ' નું લક્ષણ ‘ઉત્સુહાવો ધ ” વસ્તુને સ્વભાવ એજ “ધર્મ ” એમ બતાવવામાં આવેલ છે. તેમ છતાં આપણે બીજી રીતે “ધર્મ ' ની વ્યાખ્યા જોઈએ તે મહર્ષિઓએ એજ કરી છે કે, “ સત્તઃરિત્વેિ ધર્મત્વ ” અથવા “પાનિવૃત્તિ પર્વ” અન્તકરણનું શુદ્ધ થવું–, એનું નામ “ધર્મ ” છે,
અથવા કપાયથી નિવૃત્ત થવું, કષાયોથી દૂર થવું, એનું નામ ધર્મ છે. આ બન્નેમાં આત્મીય લાભજ સ્પષ્ટ જોવાય છે. એટલે કે આત્માને વિકાસ–આત્માની શુદ્ધિ-એજ “ધમ ' છે. આ ધર્મના ભેદે કદિ હોઈ શકે ખરા ? આ “ધર્મ ને નહિ માનવાવાળે કોઈ નિયામાં હશે ખરે? આ ધર્મ ને નામે લડાઈ કે ઝઘડા, ટંટા કે રિસાદ થાય ખરા ? છતાં “ધર્મને નામે લડાઈઓ થઈ અને થાય છે. “ધર્મ ' ના નામે લોહીની નદી વહી છે, એનું શું કારણ? કેવળ એકજ કારણ, અને તે એ કે જુદા જુદા મજહબના અને સમ્પ્રદાયના લેકેએ રૂઢિઓને-રિવાજોને “ધર્મ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com