________________
માંગણવૃત્તિ. કરવા અને સીધો કાઢવાનું સૂઝે ખરૂં? એ સમાજના ધનાઢયેને ઉજમણું ને ઉપધાનેમાં પાણીની માફક પૈસા ખરચ સૂઝે ખરો? એ સમાજના નાયકે-ધર્મનાયકેને પિતાની વાહવાહ માટે પોતાના અંધારાગી શ્રાવકે પાસે ઊંચી જાતનાં બે મંગાવી વગડાવવાનું ગમે ખરૂં ? અને એ સમાજના ધર્મઘેલાઓને પિતાના માનેલા ( પછી ગમે તેવા પતિત જ કેમ ન હોય ) સાધુઓનાં દુર્ગણ ઢાંકવા માટે-બચાવ કરવા માટે હજારો રૂપિયા ખરચવાનું મન થાય ખરું? પરન્તુ કહેવાની કંઈ જ આવશ્યકતા નથી કે સમાજના કમભાગ્ય નીજ એ નીશાની છે કે આજે સમાજ નાયકેની બુદ્ધિઓ એક જુદી દિશામાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં “ અમારા સાધુઓ અને આગેવાન ગૃહસ્થો-ધનાઢય ગૃહસ્થને સદ્દબુદ્ધિ આપો કે જેથી સમાજ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સમુચિત ઉન્નતિ કરી શકે.” એવી શાસન દેવને પ્રાર્થના કરવા સિવાય આપણુ પાસે બીજો શો ઉપાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com