________________
સાહિત્ય. ડા. હટલ કેવળ ન કથા સાહિત્યને જ સર્વોત્કૃષ્ટ નથી સમજતા, પરંતુ આખા જૈન સાહિત્યને તેઓ સર્વોત્તમ બતાવે છે. આ સંબંધી તેમણે એક લેખમાં લખ્યું છે
“ Now what would Sanskrit Poetry be without this large Sanskrit literature of the Jainas | The more I learn to know it, the more my admiration rises."
(Jain Shasan Vol. I No. 21. ) અર્થાત-જૈનોનું આ મહાન સંસ્કૃત સાહિત્ય કમ કરી દેવામાં આવે, તે સંસ્કૃત કવિતાની શી દશા થાય છે જેમ જેમ મને આ વિષયમાં વધારે વધારે જાણવાનું મળે છે, તેમ તેમ મારું સાનન્દાશ્રર્ય વધતું જ જાય છે.
આવી રીતે ડે. હટલે જ જૈન સાહિત્યને સત્કૃષ્ટ બતાવ્યું છે એમ નહિ પરંતુ અત્યારે જેટલા સ્કેલ જૈન સાહિત્યને અભ્યાસ કરી રહ્યા છે, તે બધાએ જૈન સાહિત્ય ઉપર મુગ્ધ બની રહ્યા છે, અને મુક્તકંઠથી કહી રહ્યા છે કે “ જૈન સાહિત્યની બરાબરી ભારતવર્ષનું એક પણ સાહિત્ય કરી શકે તેમ નથી. ” એનું કારણ એજ છે કે ધીરે ધીરે જૈન સાહિત્ય તેઓના દષ્ટિપથમાં આવવા લાગ્યું છે.
ધ્યાનમાં રાખવું જોઇએ કે સાહિત્ય અને ધર્મને ઘનિષ્ટ સંબંધ છે. સાહિત્યની વિશાળતા અને ઉત્તમતા જ ધર્મની ઉત્તમતાને સિદ્ધ કરે છે. જે ધર્મમાં સાહિત્ય નથી–જે ધર્મમાં ઉત્કૃષ્ટ સાહિત્ય નથી. તે ધર્મ દુનિયાની દૃષ્ટિમાં માન પામી શકો નથી. પાશ્ચાત્ય અને એતદેશીય વિદ્વાને એક વખત જેન
ન www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat