________________
સમયને ઓળખો.
તાપ કરે, લઘુતા ભાવવી; પરતુ “એમાં શું ? ' એ વિચારને તે પિતાના હૃદયમાં સ્થાન ન જ આપવું.
આ પ્રસંગે એક એ પણ વાત વિચારવા જેવી છે કે જેમ ક્રિયાકાંડથી–આચાર વિચારથી પરામુખ થનારાએ “ એમાં શું ” ને આશ્રય લે છે, તેવી જ રીતે કેવળ ક્રિયાકાંડમાં માનનારા-તેમાં જ રચી પચી રહેનારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોયા વિના માત્ર ક્રિયાકાંડને જ પિતાનું ધ્યેય માની સમયાનુસાર કરવાં છતાં બીજાં કાર્યો માટે પણ એમાં શું ” ને જ આશ્રય લે છે. અત્યારે સમાજને કઈ વસ્તુની વધારે જરૂર છે? અત્યારે રાષ્ટ્રની શી સ્થિતિ છે ? ઇત્યાદિ બાબતનો વિચાર કર્યા વિના માત્ર પિતાની પ્રાચીન પદ્ધતિને-જૂની રૂઢીને જ ધ્યેય માની સમયાનુસાર કાર્ય કરનારાઓનાં કાર્યોને વખેડે છે યા તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. અને જ્યારે તેઓને કંઈ કંઈ પૂછે છે ત્યારે કહેશે કે “એમાં શું ?” પરંતુ ખરી વાત એ છે કે તેઓ પોતે પણ માનેલા આચારના મહત્વને-ક્રિયાકાંડના મહત્વને સમજ્યા નથી. મારા ધારવા પ્રમાણે તેઓ ક્રિયાકાંડને પિતાનું સાધ્ય માની બેઠેલા હોય છે. પરન્તુ વસ્તુતઃ તે ઠીક નથી. બાહ્ય આચાર “ ક્રિયાકાંડે ' એ સાધ્ય નહિ પરંતુ સાધન છે, તેવી જ રીતે સેવાનાં કે બીજા પરેપકારનાં કાર્યો એ પણ સાધનો છે.
એટલે એક બીજાનાં કાર્યોને ન વડતાં બની શકે તેટલા અંશે તે તે સાધનામાં અભિરૂચિ વધારવી, એ આત્મકલ્યાણાભિલાષિઓનું કર્તવ્ય છે.
ટૂંકમાં કહું તે-ક્રિયાકાંડ-આચાર વિચાર-પછી તે બહાને હોય કે મહે, પરંતુ તેના ઉંડાણમાં અપૂર્વ રહસ્ય રહેલું છે,
"૧૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com