________________
દીક્ષા. અર્થાત–૧ આદેશમાં ઉત્પન્ન થયેલ, ૨ શુદ્ધ જાતિ અને કુલથી યુક્ત, ૩ જેનાં અશુભ કર્મો ક્ષીણ પ્રાયઃ થયાં હેય, ૪ વિશુદ્ધ બુદ્ધિ હોય, ૫ “મનુષ્ય જન્મ દુર્લભ છે. તે મરણનું નિમિત્ત છે, સમ્પ્રદાયે ચપલ છે, વિષય દુઃખના હેતુ છે, સંગમાં વિગ રહેલો છે, પ્રતિક્ષણ મરણ ઉભુંજ છે, અને તે મરણને વિપાક છે, કારણ કે સર્વ ચેષ્ટાનું તે સમયે નિવર્તન થાય છે. ” એ પ્રમાણે સંસારની અસારતા સ્વયં જાણતા હોય, ૬ સંસારથી વિરક્ત હય, છ મંદકષાયવાળે હેય, ૮ અલ્પહાસ્યાદિ-વિકૃતિવાળ હેય, ૯ કૃતજ્ઞ હેય, ૧૦ વિનયયુક્ત હય, ૧૧ રાજદિની સમ્મતિ લીધેલ હોય, ૧૨ કોઈને પણ દ્રોહી ન હેય ૧૩ સુંદર આકૃતિવાળા હાય, ૧૪ શ્રદ્ધાળુ હેય, ૧૫ સ્થિર બુદ્ધિને હોય, ૧૬ સમુપ સમ્પન્ન અથત આત્મસમર્પણરૂપ બુદ્ધિવાળા હેય. એ પ્રમાણેના સદ્ગણવાળો. ભવ્ય મનુષ્ય આ જિનશાસનમાં દીક્ષાને ગ્ય ગણાય છે.
હું આ લેખમાળામાં અનેક વખત લખી ચૂકયો છું કે દીક્ષા. –ભાગવતી દીક્ષા, એ છોકરાઓના ખેલ જેવી વસ્તુ નથી. દીક્ષાની ચાદર જેના તેના ઉપર ઓઢાડી દેવી, અથવા દીક્ષાનું પ્રધાન ઉપકરણ -એ-જંતુરક્ષક-રજેહરણ જેના તેના બગલમાં સેંપી દેવામાં કંઇ દીક્ષાની સાર્થકતા નથી. દીક્ષા'ને સંબંધ આત્મગુણેના વિકાશની. સાથે રહેલો છે, અને જ્યાં સુધી યોગ્ય પુરૂષને જ દીક્ષા ન આપવામાં આવે ત્યાં સુધી માત્ર જમાત જ વધારે જવી, એને અર્થ કંઈજ નથી.
ઉપરના ગુણોનું નિરીક્ષણ કરીને જે દીક્ષાઓ અપાતી હેયતે આજ વીરશાસનમાં જે વૈરશાસનનું કામ થઇ રહ્યું છે, તે થવાજ ન પામત. કદાચ માની લઈએ કે એ બધાએ ગુણો એક વ્યક્તિમાં ન સંભવી શકે, તે પણ ઘણા ખરા ગુણો તે તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com