________________
માંગણવૃત્તિ. માંગણી કરે છે, ત્યારે તેને એક સમયે તે જરૂર કાળ સમાન લાગે છે. આનાં ઉદાહરણની જરૂર નથી. પાલીતાણામાં જનારા યાત્રાળુઓની આગળ જ્યારે જ્યારે પાલીતાણાની સંસ્થાઓના ફેરીઆઓ હાથમાં નોટીસ અને બગલમાં ટીપને ચેપડે કે રસીદ બુક લઈને જાય, ત્યારે એ યાત્રાળુઓ કેવી નજરથી એ માંગણુયાઓની રહામે જુએ છે-જેતા, એનું દશ્ય જેમણે જોયું હશે, તેમને સમજાયું હશે કે માંગણવૃત્તિ કેટલી અધમવૃત્તિ છે.
આવી જ રીતે કઇ કઇ સંસ્થાઓ તરફથી ફરતા ફેરિયાઓ હાનાં હેટા ગામમાં ઉઘરાણું કરવા ફરે છે, તેઓને એક ગામમાંથી સો પચાસ રૂપિયા મેળવતાં કેટલો પસીનો ઉતારવો પડે છે, એ એજ બિચારા જાણતા હશે. આ તે એક સાધારણ સ્થિતિના વિસ વીસ કે પચીસ પચીસના નેકરે કે જેઓને ધંધેજ ભાટ ચારણોની માફક ગૃહસ્થોની વાહ વાહ ગાઇને પૈસા કઢાવવાને હોય છે, તેમની વાત થઈ, પરંતુ મુંબઈ અને કલકત્તા જેવા શહેરમાં, કઈ હાના મહેટા ગામના પ્રતિષ્ઠિત ગૃહસ્થોને દેરાસર કે ઉપાશ્રયને માટે ટીપ કરવા જવું પડે છે અને ત્યાંના, લક્ષ્મીના મદમાં મસ્ત બનેલા, ગૃહસ્થના માળામાં કે દુકાને ઉપર જે ટલ્લા ખાવા પડે છે, તેમજ એ કહેવાતા શેઠિયાઓના જે તિરસ્કાર–અપમાન સહન કરવાં પડે છે, એ જોતાં કઈ પણ વિચારક એમ બોલી ઉઠયા વિના નહિં રહે કે- આના કરતાં દેરું કે ઉપાશ્રય ન બનાવવું, એ શું ખોટું ? ” પરંતુ શું કરે ? ધર્મને કેફ પણ કંઇ એારજ શક્તિ આપે છે. ધાર્મિક ભાવનાઓથી એ બધું સહન તેઓ કરે છે.
પરન્તુ કહેવાનું માત્ર એટલું જ છે કે આ માંગણવૃત્તિ એ એક એવી વૃત્તિ છે કે-જે આપણા આત્માને શક્તિહીન, મુડદાલ, નિરૂત્સાહ અને સ્વાત્માભિમાનથી રહિત બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com